Print
Parent Category: પ્રત્યંચા
Category: ચિરાગ ઝા “ઝાઝી”
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

 

ગુજરાતી ને ચા વિષે ખબર ના હોય તેમ બને નહીં. ચા કે ચાહ તો જોઇયે જોઇયે ને જોયે જ. ના ચાલે. આ ચા બહુ વિચિત્ર પીણું છે. કોકા કોલા કે પેપ્સી પહેલા ગોરા લોકોએ ચા નામનું પીણું ભારત લઇને આવ્યા, એ પાછુ ચીનથી ચોરી કરીને. બસ એ દિવસ અને આજની ઘડી ચા...ચા...ને ચા...

ચા વિષે આટલુ લખ્યા પછી એક બીજો નિયમ જાણી લઇયે. કે ચા કરતા કીટલી ગરમ હોય. એટલે કે મુળ વાત કરનાર કરતા તેનો ચેલો વધારે કટટર હોય. સાધુ કે બાવાજી ઢીલા હોય પણ તેમના ચેલા પેલી કીટલી જેવા હોય. ગરમ.......ગરમ.....દાઝી જવાય એવા.

વહે આપણા ગુજરાતની વાત કરીએ...ચા જોઇયે...એક બાવો , સાધુ કે બાપુ એ બધા બીઝી હોય તો છેલ્લે એક ખાસ સટોડીયો જોઇએ. આ બધાની વચ્ચે ચતુર ગુજરાતી પેલા જયદ્રથની જેમ બાણાવળી બની ને નાના નાના તીર છોડયા કરે. પાસ્તા ના પચે, પીઝા ના પચે પણ ચાર પાંચ હરડે ખાઇને પણ બધુ ઓહીયા કરી જનારો ગુજરાતી નર અને નારી સવારે વોક કરવા દોડી જાય.આ બધુ હવે જોઠે પડી ગયુ છે...પણ એક વાત હજી નથી સમજાતી એ કિટલી ગરમ વાળી.

કોઇ સાધુને ગાળ આપીએ તો જો સાધુ જ્ઞાની હોય તો માફ કરી દે. સાધુનો ચેલો શાંત હોય તો માફ કરી દે પણ હકિકત એ છે કે સાધુનો સમાજ પેલી કિટલી જેવો ગરમ છે અને સાધુ સાવ કડવો વખ્ખ. નાનકડા કુડાળમાં બેઠેલો કોઇ ડાકલા વગાડતો ભુવો. મને આવા સામજ ને સાધુઓ ની બીક લાગે છે. નકરો આડંબર અને પૈસાને ભાંગની જેમ પી જનારો એ કેસરી કે સફેદ કે લીલા કે લાલ રંગની અંદરનો કાળો માણસ બહુ કદરુપો લાગે છે.

કોઇ બુધ્ધને ગાળ દે .. કોઇ મહાવીરના કાન માં ખીલ્લા મારે...કે કોઇ ઇશુને વધસ્તંભે ચડાવી દે...કોઇ કૃષ્ણ ને શ્રાપ આપી દે.... કોઇ રામને નામે........નિદોૅષના ખૂન કરે.....વગેરે વગેરે વગેરે........અને આ બધા ભગવાનના વચનોનો કહીને પેટ ભરતા દંભી સાધુઓ....કિટલી ગરમ જેવા ભકતો રાખે. શું કામના આવા સાધુઓ અને શું કામના આવા ભકતો કે જે લોકો ભગવાનને ખોળવાને બદલે પેલા રસ્તાની વચ્ચે નાનકડી દુકાન લઇને બેઠેલા ને વૈકુંઠ સમજી લે.

જેણે ઇશ્ર્વર મેળવી લેવો છે એણે એક પછી એક લોકો ને છોડી દેવા જોઇયે. અધકચરા સંતોના સાનિધ્યને રસ્તામાં આવતી ચાની કિટલી સમજી ને આગળ નીકળી જવું જોઇયે. જેનો માગૅ ઇશ્ર્વરને શોધવાનો છે એણે આશ્રમો, સંસ્થાનો ઉપીયોગ કરી જ્ઞાન મેળવી છેલ્લે સલામ કરીને ત્યાગ કરવો જોઇયે. જે વૈકુઠ ની અપેક્ષા રાખે છે એણે આ બાવા કે આચાયોૅ કે સાધુના મંદિરોનો કે પાદરીના દેવળો અને મુલ્લાની મસ્જીદનો આદર પુવૅક સભાનતા સાથે ત્યાગ કરી ને સ્વયં ઇશ્ર્વર ને મેળવી લેવો જોયે.

પરમેશ્વર મેળવવાનો અધિકાર આપણા સૌનો છે અને એને પામવા માટે જે મળે એની પાસે થી જ્ઞાન પ્રાપ્ત કરી આગળ નીકળી જવું જોઇએ.

‘શાદૃલ ધ્વનિ

સાધુ તો ચલતા ભલા....આજકાલ સાધુ ઓ ગોળ ગોળ ફરે છે.....ઉનાળામાં લંડન અમેરીકા ને પછી પાછા ભારતમાં...અને બોલવામાં પણ ગોળ ગોળ....ઘણા જુલમખોર તો એવા છે કે એવા ચીટકી ગયા છે કે નવી હવા ના ડુચા નીકળી ગયા છે....એકની એક વાત સાંભળીને અપચો કરી ગયેલી મેદસ્વી સ્ત્રીની વાછુટ જેવો સમાજ થઇ ગોયો છે આપણો સમાજ....અને ઉપરથી પાછી કિટલી ગરમ.....

ચિરાગ ઝા ઝાઝી
વીસ જુન બે હજાર સાત.