વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 36 guests and no members online

મદદ

 


 રમુજ

મારી પત્ની સાથે મારે કદી વાદવિવાદ થતો નથી.
કદી નહિ ? એ કેવી રીતે બને ?
તે હંમેશાં એનું ધાર્યું કરે છે. અને હું પણ . . .
તમારું ધાર્યું ?
ના એનું ધાર્યું.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

પ્રગતીની વાત કરીેએ. આગળ જુવો, પાછલી વાતો ને ભુલી જાવ. શાસ્ત્ર માં લખ્યુ છે કે ગતમ ન સોચ્યામી. એટલે પાછલી વાતો ભુલી જવાની અને નવંુ વિચારવાનું. પણ નવુ વિચારવાની હિંમત અને અને જો ભુલે ચુકે વિચારે તો એને અમલમા મુકવાની તાકાત કોની છે? ફરી પાછી મને મારી જુની વાત યાદ આવે છે કે માણસ ઇતિહાસ માંથી કશુ શિખતો નથી. પણ જુની ભુલી જવાનું અને ઇતિહાસ માંથી શીખવાનું એમ બે વાત કેવી રીતે બને.

તમે એક કામ કરો કાલે રવિવાર છે, વાતચિત કરવા આવો.

ભલા માણસ વાતચિત કરવા બોલાવે છેકે પછી દંભી સમાજના અખાડામાં ચિત કરવા માટે? હરી હરી.જુવો વાત એમ છે કે પૈસા કમાઇ ને જો ભેગા કરીએ તો આપણો બોલ ચાલે. જેની લાઠી એની ભેંસ, અને લાઠી અને ભેંસ બંન્ને પૈસાથી આવે. પૈસો હોય તો ધરમ આવે,પૈસો હોય તો પ્રગતી કહેવાય. પૈસો હોય તો સભ્યતા કહેવાય. પૈસાથી નવા નિયમો બને. અને નિયમો થી સૌના કામ વેંહચિ શકાય. એક વાર નિયમ બન્યો પછી એને બદલવાનો નહીં. નિયમ બન્યો એટલે એ જુનો થઇ ગયો માટે એનો અમલ કરવાનો તમારે લોકોએ. હું માત્ર અધિપતી બની રહીશ.

ગુજરાતમાં જે રીતે અંધાધુંધ પ્રગતી થઇ રહી છે ત્યારે કેટલાક નિયમો ને નેવે મુકી દેવાની વાત ચાલી રહી છે. કેમ તો ભલા માણસ ગતમ ન સોચ્યામી. જો જુના નિયમને નવા કરવા જઇયે તો શું થાય? આથૅિક પ્રગતી અંતે એ લોકોને સધ્ધર કરશે જે લોકો પહેલેથી સધ્ધર છે. પણ માનસીક સમાનતા ખાડે ગઇ છે અને હજી જશે.

ધમૅ અને પૈસો બંન્ને જીવનાના અગત્યના પરીબળો હવે જાતિ અને ભાષા માં વહેંચાઇ ગયા છે, જે આગળ વધિને જાતિ,સંપ્રદાય અને અંગત લાગણી સુધી સડી ગયા છે. જે હરીજનો નો ઉધ્ધાર કરવાની વાત હતી જે રામનું મંદિર બનાવવાની વાત હતિ જે ગોકુળ ગામ બનાવવાની વાત હતી એને લાત મારી દેવામાં આવી છે.

સત્તા નું શાણપણ માણસને હકિકતની નકકરતાને સમજવા મજબુર કરી દે એને સમય કહેવાય છે. રામને નામે પથરો તરે પણ કિનારે પહોંચીને લડાઇ જાતે લડવી પડે છે. પોતાના સગાને ભલે અજુૅને હરવી દિધા, પણ કાબાઓ આગળ લુટાઇ ગયો હતો એ હિંદુઓએ ભુલવુ ના જોઇએ. એનું ગાંડીવ સુધ્ધા એ લોકો પડાવી ગયા હતા. કૌરવો અને પાંડવોનો વહિવટ કરવા રોકાયેલા કૃષ્ણનો પરીવાર શુરા પી અને ધરુ લઇ લડી પડયો ને મરી પડયો એ હિંદુઓ એ ના ભુલવુ જોઇએ.

‘શાદૃલ ધ્વનિ

મંદિરોમાં દલિતો કયારે પૂજા કરશે? નરસિંહની જેમ કહેવાતા બાપુઓ, શાસ્ત્રીઓ,ગુરુ અને સ્વામી લોકો કયારે એમના જ્ઞાનનો આફરો ઉતાર શે? અડધા ખાલી અડધા ભરેલા કહેવાતો શની રવિની ધામૅિકતા વાળા ચેલા લોકો કેમનો ધમૅ સાચવશે?

ચિરાગ ઝા ઝાઝી
સાત ફેબ્રુઆરી બે હજાર સાત.

Zazi.com © 2009 . All right reserved