વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 108 guests and no members online

મદદ

 


 રમુજ

તારી પત્ની બોલકણી છે, જાણે સાંભળ્યા જ કરીએ.

હું પણ સાંભળ્યા જ કરું છું, પતિએ જવાબ આપ્યો.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

બહુ વિચિત્ર સંજોગો ચાલી રહયા છે. આજની તારીખ ઘણું કહી જાય છે. આંદોલન અને ક્રાંતિ નો દિવસ. ગુજરાતી જે લોકો બોલે છે તેવા લોકો નું અલગ રાજય. જે મરાઠી બોલે છે તે લોકો નું અલગ રાજય. ભાષા, મારો પ્રિય વિષય, આજની તારીખે સ્પેનીશ બોલતા લોકોને રસ્તાની વચ્ચો વચ્ચ આંદોલન કરતા જોંઉ ત્યારે મને પેલા તમામ અધકચરા અંગ્રજી બોલતા ગુજરાતી વિષે આઘાત લાગે છે. મને પેલા ભણેલા ગણેલા ગુજરાતી અંગે્રજોની બીક લાગે છે. જેમના મા બાપ ગુજરાત રાજય, ગુજરાતી ભાષા માટે મરી પરવાયૉ એમના આ નબીરાઓ એમને આહુતિ નથી આપી શકતા તયારે પરંપરાની અંધશ્રધ્ધા વાળો હું એમના શ્રાધ્ધની ચિંતામા સુકાતો જાઉં છુ.

ઝાઝી દુબળે કયું? , ગામ આખે કી ફિકર.આજે મોટાભાગના લેટીન અમેરીકનો ખી્રસ્તી છે. એ લોકો આદિવાસી માથી વટલાઇને ખી્રસ્તી બન્યા છે. છતા આજે એ લોકો સૌથી ગરીબ છે અને અધૂરામા પૂરુ જે ધનવાન દેશો ખી્રસ્તી મીશનરીઓ ને પૈસા આપે છે એ ધનવાન દેશોમા એ લોકો કાયદાની દ્રષ્ટિ એ ગુનેગાર છે. આફ્રિકનો યુરોપમા, લેટીન અમેરકિનો યુએસએ મા, બાંગ્લાદેશીઓ ભારતમાં..., માણસોની ભાષા અને ભગવાન , માણસોની ભુખ આગળ પાંગળા બની ગયા છે.

મારા છોકરાના છોકરા જો આ દેશમા રહેશે તો શું એ લોકો અં્રગેજી બોલશે કે સ્પેનીશ ? શું ગુજરાતીનો ગજ વાગશે? કેવો સવાલ? અરે જો ભારતમા જશે તો ગુજરાતી બોલશે કે અંગ્રેજી ? મને તો લોકો ગાંડો સમજીને હાંકી નાખશે એ વાત ચોકકસ છે.કોઇ દેશના તાંણા વાંણામાં વણાઇ જવા માટે ધીરજ ને સાહસ બંને જોઇયે. આજના યુગમા દેશ દાઝ એ એક અવગુણ થી વધારે કાંઇ નથી. એમા પણ જો ભાષાની વાત કરીયે તો રોજબરોજની ભાષા જડમૂળમાંથી બદલી નાખવી બહુ સાહસની બાબત છે.

પારસી કોમનું ઉદાહરણ લઇયે તો એ લોકો ગુજરાતી ને પોતાની બનાવી, પણ એમના ધમૅની ભાષા બદલી નથી. આજના યુગમા નવો પારસી સમાજ ગુજરાતી કરતા અંગ્રજીને વધારે માન આપે એ સ્વભાવિક છે. આમ જોઇયે તો છેલ્લા સાતસો આઠસો વસરમા એ લોકોએ એક દેશને બદલીને બીજા દેશને પોતાનો કયૉ, તેની ભાષા, રીતરીવાજ પોતાના કયૉ અને આજે વળી પાછી ભાષા બદલવાનો વારો આવ્યો.

લોકો પોતાની ભાષા રુપ રંગ બદલતા રહે છે અને એમ કરવામા એક મોટો પરીવાર નાનો થતો જાય છે. અંગ્રજો આવ્યા અને ગયા પણ મુસમાન સમાજ વધારે મજબુત થતો ગયો કારણકે એમણ અંગ્રજીને ધીરે ધીરે અપનાવી, વળી મોટા ભાગના મુસલમાનો કે જે વટલાયેલા હતા અથવાતો પોતાનું વતન મુકી ને કાયમ માટે ભારતમા રહી ગયા હયા એ લોકો એ ઉદુૅ, અરેબિક ને સાચવી , કેમ કે તે લોકેને ભાષા અને ધમેૅ એક રહેવામા મદદ કરી. જયારે ધમૅ એક ભાષા સાથે હોય છે ત્યારે તે ધમૅ વાધરે મજબુત હોય એમ લાગે છે. જેમ કે યહુદિઓ માત્ર હિબ્રુ મ બોલે છે, સ્પેનીશ બોલતા ખ્રીસ્તી ઓ કદાચ સૌથી વધારે છે. શીખ ધમૅ ના લોકો માત્ર પંજાબી બોલે છે. અને તમે જોજો એક ધમૅ અને એક ભાષા ના લોકો વાધારે એક હોય તેમ લાગે છે. હિંદુ ધમૅની ભાષા સંસ્કૃત છે અને તમેજ મને કહો એ ભાષાને હિંદુ ઓએ કેટલી જીવતી રાખી છે?.

‘ઇશ્ર્વરની ભાષા મૌનની છે, અને જેને મૌન રહેતા આવડે છે એને ભાષાની જરુર નથી પડતી એતો બધી ભાષામા રહેલું મૌન જાણે છે.

શાદૃલ ધ્વનિ

પાસપોટૅ એતો એક દેશ માથી બીજા દેશ મા જવા માટે જોઇતો એક કાગળ નો ટુકડો છે, અમેરીકન પાસપોટૅ મને અમેરીકન નથી બનાવી શકતો.

એક અમેરીકન ચીની સીટીઝન, એને મળેલી સીટીઝનશીપ પછી ની વાત.

ઝાઝી
એક મે બે હજાર છZazi.com © 2009 . All right reserved