વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 141 guests and no members online

મદદ

 


 રમુજ

મગન :આજે કઇ તારીખ છે, છગન?

છગન :મને ખબર નથી દોસ્ત.

મગન :પણ તારા હાથમાં અખબાર છે. એમાં જોઈને કહે ને કે કઈ તારીખ છે?

છગન :અખબાર તો છે પણ આજનું નથી. એ તો ગઈકાલનું છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

ધમૅ એ રોજબરોજ ની એક માનસીકતા છે. એને કોઇ ચોકકસ દિવસ સાથે સંબધ ના હોવો જોઇયે એવું મારુ માનવું છે. માટે જયારે લોકોને ધામૅિકતાનો એટેક આવે ત્યારે હું મૂક બની જઉ છું. શું તમારા ને મારા ધમૅ ના લખેલા વાકયો એક ચોકકસ મહિના મા સોનાના અક્ષરના થઇ જાય છે?

મોંમા હાથ નાખી ને લખું છું , કેમકે મારું બોલવનું હજી લોકો સુધી ગયું નથી. હજી હું મનેજ સાંભળું છું. મારા આ લખાણ ની શરુઆત શ્રાવણ અને પયૅુશણ ના મહીનામા થયેલી. હિંદુ અને જૈનો એ સભાઓ ગજવી નાખી. રસ્તા પર આવી ગયા. કેમ, તો એમના પવિત્ર મહીનામા કતલખાના બંધ કરાવી દેવા માટે. ઝનુની હિંદુઓ અને જૈનો નો છેવટે વિજ ય થયો.

ગવૅ સે કહો હમ હિંદુ હૈૈ............ જૈનમ જયતિ શાસનમ્............તો ભકિતનો આ મહિનો પતી ગયો અને બધી સમીતી ના રાજીનામા પડી ગયા. બધા પોતપોતાને રસ્તે લાગી ગયા. ગાયો રોડ પર ત્યારે પણ રખડતી હતી અને હજી રખડે છે. હિંદુઓની માં ઉકરડે ચરે ને બાયલો હિંદુ ગલેફામાં મસાલો ચાવતો ચાવતો ઉકરડા પર પીચકારી મારે. આજ સત્ય જૈનો માટે લાગુ પડે છે.

હવે શું? ભાદરવો તો કુતરા ને કુતરીનો મહી નો છે આપણે શું? અને આસો માતો બબાલ નઇ કરવાની, દિવાળી ને નવા ધંધાનું વરસ. આવતે વષૅે શ્રાવણ મહિનો આવે અને પયુૅશણ આવે ત્યારે જોઇશું.

હવે મારા મગની વાત કરુ. હાલમા રમઝાન મહિનો ચાલે છે. મુસલમાનો માટે પવિત્ર મહિનો. મે મારા કેટલાક મુસલમાલ મિત્રો ને રોજા ખુલ્યા પછી પુછયુ, કેમ ચાલે છે ? બસ ચાલે છે. ભગવાનની દયા છે. વધારે વાત ના થઇ.

મે જરા વિચાયૅું કે હિંદુ ઓ અને જૈનો રમઝાન મા શું કરી શકે?, કતલખાનાનો કસાઇ જયારે શ્રાવણ અને પયુૅશણ મહિનામા બેકાર હતો તો એને પૈસા મોકલી શકાય? કે પછી ઇસ્લામમાં વ્યાજ લેવું પાપ છે તો હિંદુ ઓ અને જૈનો પોતાનો વ્યાજ લેવાનો ધંધો રમઝાન પુરતો બંધ રાખશે?

સવાલ તમે કોના ગાલે લાફો મારો છો એનો નથી, સવાલ તમે પેટની પીડા સહન કરી ને પેદા કયોૅ છે કે પછી મગજ માં ગણીત ગણી ને પેદા કયોૅ છે. ભુખ્યા પેટને સહન કરીને ઉભો થયેલો પ્રશ્ર્ન જન આંદોલન ,ક્રાંતિ છે. મગજના ગણીત નો પ્રશ્ર્ન એ દારુણ જનતાને ગુલામ બનાવવાની પ્રક્રિયા છે.

શ્રાવણ અને પયુૅશણ મહિનાનો ઉપીયોગ હિંદુ અને જૈનો એ ખોટી રીતે કયોૅ છે.

શાદૃલ ધ્વનિ

ભાજપ નો ચુંટણી પ્રચાર.

અમદાવાદમાં મુસલમાન મહિલા મેયર છે, એટલે એ મોગલ શાસન છે. પણ ભારતના ભાગલા પડાવનાર ઝીણા બીનસાંપ્રદાયીક છે. ભાજપ મગજ વાપરીને ગણીત ગણી ને બોલે છે.

મારા હિસાબે પ્રજા ભારતની મુસલમાન મહિલા ને મત આપશે.

ઝાઝી
નવ ઓકટોબર બે હજાર પાંચZazi.com © 2009 . All right reserved