વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 271 guests and no members online

મદદ

 


 રમુજ

દર્દી :ડોકટર સાહેબ, ઓપરેશન પહેલાં તો તમે કહ્યું હતું કે દસ હજારનો ખર્ચ થશે. હવે બાર હજાર કેમ માંગો છો?

ડોકટર :વાસ્તવમાં વાત એમ છે કે તમારું ઓપરેશન કરતી વખતે મારું પાકીટ તમારા પેટમાં રહી ગયું છે. એમાં બે હજાર રૂપિયા હતા.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

કવિ બનવું એ મુફલિસોનો ધંધો છે. અથવાતો પછી નવરો માણસ જયારે વેવલા વેડા કરે તેને કવિ કહેવાય. સામાન્ય સમાજની કવિ વિષેની ખતરનાક અણસમજ ને કારણે આપણા સાહિત્યથી નવા કિશોર કિશોરી ઓ કવિતા અને લેખનથી વિમુખ થતા જાય છે અને સાહિત્યને નવું બળ મલતુ નથી.


મને એમ થાય કે શું કૃષ્ણ કવિ નથી? શું મહાવીર કવિ નથી? શું બુધ્ધ કવિ નથી? જે વેદોના મંત્રો છે તે શું કોઇ કવિ એ નથી લખ્યા? શું સ્વપ્ન તમને અને મને કવિતા નથી લાગતું? જયારે માણસ પડી જવાની અવસ્થાએ હોય અને પછી જે શબ્દો સ્ફુરે એને જો કવિતા કહીયે તો શું કવિ આપણા બધા વતી શબ્દ ના વધસ્થંભે નથી ચઢી જતો?? આપણા પાપને આ કવિ લોકો એ ગાઇ ને સમજાવે છે બાકી બધા જાહેરમાં નિંદા કરી ને છુટા પડી જાય છે.

ગયા અઠવાડીયે કવિ અનિલ જોષી અને શોભિત દેસાઇ ના મુશાયરામા ભાગ લીધો. અનિલ જોષી ની એક નાનકડી રચના આપણને મજબુર કરે છે એ વિચારવા માટે કે કવિ સ્થળ અને કાળથી પરે છે. એતો એક એવો શકિત પુંજ છે કે જે ક્ષણ માં આવી , રસ્તો બતાવી જતો રહે છે. જે કવિ ને તમે ઓળખો છો તેને તમે વારંવાર મલોજો કેમ કે કવિ રોજ બદલાતો રહે છે. કવિ સવારે સ્થળ અને રાત્રે પ્રલય હોય છે.


ચણોઠીઓના ઢગલે દાઝયા
કૈંક કવિના કિત્તાજી
શબ્દોમાં હું એમ પ્રવેશ્યો
જેમ આગમાં સીતાજી

................................................................અનિલ જોષી

મુશાયરાની જમાવટમાં શોભિતભાઇ એ કોઇ કસર નહોતી છોડી. એમના ગઝલ સંગ્રહ અહમ ઓગાળવાને આવ્યા ની કેટલીક રસપ્રદ અને વેધક રચનાઓએ સૌને મોહિત કરી દિધા હતા. પ્રસંગ કવિતા સાંભળવાનો હતો અજાણતા એ લોકાની તબિયતન ને અસર કરી રહયો હતો.

ઉચ્ચતમથી સહેજ નીચે હું રહીશ
ટોચ પર પહોંચીને ગડગડવું નથી.

................................................................શોભિત દેસાઇ

કવિની સાથે થોડા કલાક ગાળવાનો મોકો બહુ ઓછા લોકોએ લિધો એ વાતનો રંજ હતો. દુનિયા જયારે સૂતી હોય ત્યારે કવિ જાગીને લખતો હોય છે. કવિ એતો આપણી લાગણી ને વાચા આપનારો અને લાગણી ના મલકનો રાજા છે.


શાદૃલ ધ્વનિ


જયારે તમે ધામૅિક થઇ જાવછો ત્યારે તમે ભજન ગાવ છો. જયારે તમે પ્રેમી થઇ જાવ છો ત્યારે તમે ગીત ગાવ છો. જયારે તમે દુખી થઇ જાવ છો તો ગણગણો છો.
તમારી દરેક અવસ્થામા તમે એક કવિની સાથે જીવો છો. પણ જયારે એ તમારો પ્રિય કવિ તમારી માતૃભાષાનો હોય છે ત્યારે એ જગત જનની સ્વરુપે હોય છે. વિરાટ હોય છે. બાહય નહિં આંતરીક હોય છે.

ઝાઝી
બાર ડિસેમ્બર બે હજાર પાંચ


Comments  

kedarsinhji m jadeja
0 # kedarsinhji m jadeja 2010-12-25 09:50
કવિ અને કવિતા, કવિતા કોઇ કવિ ના અંતરમાંથી જન્મ પામે છે,અને કોઇ વિખ્યાત સ્વરકાર ના મુખે ગવાય છે ત્યારે અમર બની જાય છે, પણ કોઇ કોઇ કવિતા ઉત્તમ કક્ષની હોવા છતાં જો પ્રખ્યાત ગાયક ના સ્વર માં રજુઆત ન પામી શકે તો લોકો સૂધી પહોંચી શકતી નથી અને અંધકારમાં સરકી જાયછે.
Zazi.com © 2009 . All right reserved