વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 62 guests and no members online

મદદ

 


 રમુજ

મારી પત્ની બહુ કરકસરવાળી છે ! તેના ડ્રેસમાંથી મારું શટૅ બનાવ્યું .

મારી પત્ની એથીય કરકસરવાળી છે. મારા શટૅમાં થી તેણે નાઈટી બનાવી.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

ગુજરાતની ચંટણી પતી ગઇ. લોકો એ રાજકીય પરીપકવતાને બાલીશ ક્રિકેટની રમત બનાવી દીધી અને અંતે ચૂંટણી પત્યાનો હાશકારો કરીને પોતાના ધંધારોજગારમાં લગી ગયા. જોકે એક વાત ચોકકસ સાબીત થઇ ગઇ કે ગુજરાત હિંદુત્વની પ્રયોગશાળા નથી પણ સદીઓથી વિકાસ યાત્રા કરનાનરી મારી ગુજરાત સાહસ,શોયૅ અને અૌધોગીક છે.

આઝાદ ભારત ના નેતાઓ એ આઝાદીના સત્ય ને સમજીને ગાંધીજીના કેટલાક વિચારોની અવગણના કરી હતી. પંડિત નહેરુ એ વિકારની વાત અને સરદાર પટેલે દેશની ભોગોલિક સ્થીરતની વાત હાથપર લીધી હતી. પંડિતજી એક દુરંદેશી માણસ હતા. આજથી સાંઠ સિત્તેર વષૅ પહેલા એમણે કેજલુ કે ભારતના આવનારા દિવસો માં કારખાના એ નવા મંદિરો હોવા જોઇએ. પૂજાના સ્થાનોને કારખાના સુધી લઇ જવાનો એ વિચાર સાંઠ વરસ પછી ગુજરાતની ચુંટણીમાં કામ કરી ગયો. વિકાસ પૂરુષ પંડિત નહેરુના વિચારો હજી જીવે છે.પંડિત નહેરુના વિચારોપદોનો બીજો દાખલો ગુજરાતના ચુંટણી ના સમીકરણમ મા જોઇએ.....ડો. વિક્રમસારાભાઇ કે જે ભારતની અણુઉજૉના અજુૅન...તે ડો. સારાભાઇના શિષ્ય તે અબ્દુલ કલામ ના વિચારોની અસર.....ગુજરાતના ચૂટણી ઢંઢેરામાં કામ કરી ગઇ. સૂયૅની ઉજૉ ભલે નાનકડા બીમાં જાય , સમય પાકે એ એક દિવસ ફળ આપીને જંપે છે.

એક જોડોને તેર તુટે એવી હાલત દેશની આઝાદીના સમયે હતી ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલે બાપૂની કદાચ બે હાથ જોડીને માફી માગી હશે પણ મા ભોમની લાજ કાજે સિંહની છલાંગ લગાવતા ચારે ખુણેથી દેશને જોડવાનું કામ કયુૅ.

આઝાદી પહેલાના ગાંધીજીના વિચારો આઝાદ ભારત માટે બધી રીતે સાચા નહતા. લોકો બદલાઇ ગયા. વિકાસ અને સ્થીરતા એ મુખ્ય વિચાર માત્ર પર આઝાદ ભારત આજ સુધી ટકી ગયું. અહીં એટલુ યાદ રાખજો કે બધી ભુલ ચૂક થઇ હશે પણ સરદાર અને નેહેરુ એ ગાંધીના રામ સાથે ગદદારી નથી કરી. ગાંધીના રામનું જતન કાયમ રહયું છે.

ગુજરતી ચુંટણીમાં ગાંધીજી અને રામ બંન્ને બાજુ પર હતા. મૂળ કામ કરવાની પધ્ધત્તિ કે જે નહરુની હતી તે આગળ હતી તે વિકાસ અને જે પધ્ધતિ સરદાર પટેલની હતી તે સ્થિરતા....રામ બીચાર વટલાઇ ગયા હતા.....કદાચ મોદિના માસ્ક પાછળ સંતાઇ ગયા હતા.

હવે જયારે કહેવાતી વીસ વીસ ઓવરની મેચ વાળી ગુજરાતની ચુંટણી ની વાત બીજા રાજયોમા લઇ જવાની થાયછે ત્યારે ત્યાં તો પહલેથી વિકાસ અને સ્થિરતા છે. ત્યાં કેમ કરીને જુની અને નવી દવા ભેગી કરશો? જે રામે અયોધ્યાથી શરુઆત કરી હતી તે રામને ઘર વગરના કરી નાખ્યા...નથી મંદિર બનાવવાની ત્રેવડ રહી છે કે ના રામનો સેતુ બચાવવાની તાકાત. ભારતના લોકતંત્રને ક્રિકેટની રમત સમજનારા લોકો ચોકકર રન ઓઉટ થઇ જવાના છે. પોળમાં પ્લાસ્ટીકની દડી પર રમવું અને પાંચ દિવસની ટેસ્ટમેચ રમવી એ બે અલગ વાત છે.

મંદિર તો મોરારજી દેસાઇ,કનૈયાલાલ માણેકલાલ મુનશી અને સરદાર વલ્લભભાઇ પટેલે ઉભુ કરી ને મા ગુજરાતને આપેલ તે સોમનાથ નો ખરો નાથ, એ ગુજરાતનો નાથ , બાકી માઇલો લાંબા કોટની પાછળાના મંદિરો હોય કે ના હોય જે લોકો પોતાના દિલમાં મંદિર બનાવી ને બેઠા હય છે તે લોકો પથ્થરનાં મંદિરમાં બહુ ઓછા જતા હોય છે.

‘શાદૃલ ધ્વનિ

વિકાસ,સ્થિરતા એટલે એકવીમી સદીમાં જવાની વાત....નહેરુ,ઇંદિરા અને રાજીવની વાત....
રામ નું નામ હ્રદયમાં રાખવું એ ગાંધજીની વાત.......
ભારતમાની માટી અને પોતાના લોહીથી ભગવો રંગ પેદા કરવો એ સ્વામી વિવેકાનંદની વાત...માથે ટકો કરવાથી સ્વામી ના થવાય...
ભારતના ખેડુતો અને જવાનોનું હિત એટલે લાલ બહાદુર શાસ્ત્રીની વાત.....

અને ગુજરાતની ચૂટણી માં વોટ આપનાર તમામ લોકોને ખબર છે કે મુંમે રામ બગલમેં છુરી એ કોનું કામ........


ચિરાગ ઝા ઝાઝી
એક જાન્યુઆરી બે હજાર આઠ

Zazi.com © 2009 . All right reserved