આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ચેતન ગજ્જર
મોબાઈલ : ૯૮૭૯૫૮૫૭૧૨
આ સ્ટોરી છે એક સામાન્ય મનુષ્યની, સ્વાર્થી છતાં આદર્શવાદી ભારતીતયની, પ્રેમાળ છતાં હિંસક આર્યની, એ ઉના રકતની જેને સદીઓથી વહેતા અહીંસાના ઠંડા પવનોએ થીજવી નાંખ્યું છે, ભારતમાતાના એ વીરપુત્રની જેની રગેરગનાં માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ નિરંતર વહે છે, આ સ્ટોરી છે દુનિયાની સૌની મોટી લોકશાહીના ગુલામની, કબૂતરના રાજનાં સિંહની, આ સ્ટોરી છે "સંગ્રામ ભાગવત"ની
"૨૦૨૧"
તિહાર જેલની બહાર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પળ્યા છે. દરેકની આંખમાં અગન જવાળાઓ છે દરેકની રગેરગમાં અન્યાયથી ભભૂકતો ગુસ્સો વહી રહ્યો છે હૃદયમાં એક પીડા છે. એક જ નારો ગુંજી રહ્યો છે "ઈન્કીલાબ જીંદાબાદ".
હજારોના ટોળાનાં કાબુમાં કરવા શાંતિપ્રિય સરકારે ફોજીના જવાનો તૈનાત કરેલા છે જલિયાવાલા બાગની જેમ ગોળીબાર કરવાની સત્તા એમને આપવામાં આવી છે છતાં જવાનો ઉદાસ ચહેરે જનતાને પાછી વાળવા પ્રયત્ન કરી રહ્યા છે.
આજે સંગ્રામ ભાગવતની ફાંસી નો દિવસ છે. આટલા ગુસ્સાનું બીજુ પણ એક કારણ છે કે ભારતમાતાને સપૂતને છ જ મહિનામાં ફાંંસીના માંચળે લટકાવી દેવાનો હુકમ ફરમાવવામાં આવ્યો જયારે અજમલ કસાબ જેવા દેશના દુશ્મને ૧૩ વર્ષથી સાચવી રાખવામાં આવ્યો છે, ટોળુ વધારે ને વધારે હિંસક બનતુ જાય છે સેનાના જવાનો દિવાલ બની એમની સાથે અડગ ઉભા છે વાતાવરણ "ઈન્કિલાબ જીન્દાબાદ" સંગ્રામ ભાગવત અમર રહો" ના નારાઓથી ગુંજી ઉઠયું છે.
સંગ્રામ ભાગવત મૃત્યુની વાટ જોતા જેલની કોટડીમાં બેઠો છે અને કાગળ પર એનો છેલ્લો સંદેશો લખી રહ્યો છે એની છેલ્લી ઈચ્છા એ જ છે કે એનો છેલ્લો સંદેશો ભારતની જનતા સુધી પહોંચાડવામાં આવે એના ચહેરા પર ભય કે દુઃખ અંશમાત્ર પણ નથી. એનાં ચહેરા પર ખુશી અને ગર્વની રેખાઓ છે. સંગ્રામ ભાગવતનું ભવિષ્ય બહાર જમા થયેલા ટોળા પર નિર્ભર છે વર્ષો પહેલા ૨૩ માર્ચ ૧૯૩૧ ના દિવસે ભારત દેશે એના એક અનમોલ રતન ગુમાવ્યો હતો. શુ ફરીથી એ જ ઘટનાનું પુનરાવર્તન થશે? શું દેશ ફરીથી ભગતસિંહને ગુમાવી દેશે?
-
સુંદરમZazi.com © 2009 . All right reserved | Feed Entries |