આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ઝિશાનનાં મોઢાની શાંતિ સ્પષ્ટ રીતે સાબિત કરતી હતી કે આ ઍવોર્ડઝ એણે તો ક્યારના આપી દીધા છે. બસ, આ તો ઍવોર્ડ સિલેક્શન અકૅડમિએ ખાલી ફોર્માલિટી પૂરી કરી. ધ ગ્રેટ ગૅટ્સ બાય!
ન્યુયૉર્કના બરફીલા શિયાળામાં ટ્વેટિઝના કૅરેક્ટર્સ જોવાનો એ લહાવો અનેરો હતો. ઑડિઅન્સમાં સ્યૂટ પહેરીને બેસવું વધારે નેચરલ ત્યારે લાગતું કે જ્યારે સ્ક્રીન ઉપર પણ ટોળું સ્યૂટ-બૂટમાં જ ફરતું. વિશ્વયુદ્ધ પછીનો સમય અને આજની આ સદીની મારી ...જિંદગીની છેલ્લી વૈશ્વિક મંદી. ક્વાઇટ આ કનેક્શન! એન્ડ ક્વાએટ ઇઝ ધ ચેન્જીઝ! મૂવિ-ટીમના મોટાભાગના સભ્યો જાણે વીતેલા સમયની જ દેન હોય. લિયોનાર્ડો ડિ કૅપ્રીયો ..ટાઇટેનિક, ટોબી મૅક્વાયર સ્પાઇડરમૅન...બઝ પોતે રોમિયો-જુલિયેટ અને કૅરિ મુલીગન...પ્રાઈડ ઍન્ડ પ્રૅજ્યુડિસ! કૅરિ ભલે કોઈને ગમી ના ગમી અને એને ઍવોર્ડ મળ્યો ના મળ્યો મને એ ગમી! હોઠ પાસે હોય કે ગાલની મધ્યમાં...બ્લેક સ્પૉટ્સ આર જસ્ટ ઑસમ! હૅર-સ્ટાઇલ, હૅર-પિન અને ...જે કૉલનની ખુશબો પડદો ફાડીને આવતી હતી તે?! લિઓ પણ બાકી લાગતો હતો...કરડાકી વાળું કપાળ...ચુસ્ત પાંથી 'ને ચીપકેલા વાળ...વૅલ, આ ઊપસેલા લમણા મને ગમે તે સ્વાભાવિક છે! વારુ આખું ચલચિત્ર કલાથી ખદબદતું છે...હીરાના સફેદ રંગથી મેઘધનુષી રંગરંગીની અને ....ધ રૅર... કથ્થાઈ, યલૉ-ઑકર 'ને ક્રીમ કે ડાર્ક આઇવરી કલર્સ!
ઓહ આય્ ઑલમોસ્ટ ફરગોટ બચ્ચન ...મેએર વુલ્ફ્શેઇમ...એક ગૅંગસ્ટરના રોલમાં જમાવટ કરે છે. આર્નોલ્ડ "ધ બિગ બેન્કરોલ" રોથસ્ટેઇનના વાસ્તવિક વ્યક્તિત્વ પરથી આ પાત્ર પ્રેરિત હતું... જે જીવનમાં એકપણ વાર અનેક સ્કૅમ કે ફ્રૉડ કર્યા હોવા છતાં ગુનેગાર સાબિત નથી થયેલો! ધંધાદારી જુગારની દુનિયા! આજે તેને બૅટિંગ કહે છે. હજુ યહૂદી મર્ચન્ટ ઑફ વૅનિસનો જ ગણાતો હતો ...બે દશકા દૂર સમાધિમાં જામેલી હૉલોકોસ્ટથી બધા અજાણ હતા ...આ વિશ્વયુધ્ધો પણ જાણે બે ઇન્ટરવલ હતા... મેરા નામ જોકરના!
ઝિશાનની આંખો અચાનક જ ખૂલી ગઈ! હું ક્યાં છું ?! આજુબાજુના સહ યાત્રીઓ તરફ આંખો ધીરે ધીરે ફેરવી એણે જોઈ લીધું....ઓહ! ઍવરીથિંગ ઇઝ ઍઝ ઇટ ઇઝ....જાણે કે ઇન્સૅપ્શનના લિઓનો પોતાનામાં ઘડી બે ઘડી આવિષ્કાર થઇ ગયો! કમ્મૉન ઝિશાન ...જસ્ટ ઍક્ટ. બંધ આંખોના અક્ષરો સ્ક્રૅપિંગ કર્યા પછી તેની સાચુકલી આંગળી આગળ વધે છે ...
" કેન આઈ રિપીટ ધ પાસ્ટ ?....ઑફકોર્સ યુ કૅન! " હિરોના મોઢામાં આ સંવાદ ઘણું ક્હે છે. હિસ્ટ્રી એની જાતે રિપીટ થાય તે પહેલા હું મારી પસંદગીથી જે રિપીટ કરવું હોય તે કરીશ! હું સમયનું ઍડિટિંગ કરું છું અને સમય મારું! છેલું ઍડિટિંગ એટલે ક્રમમાં લાસ્ટ કે જે અંતે જીત્યું તે? અને તે કોનું એનું ઑડિટિંગ એટલે જીવન! ટોબી નિકનાં રોલમાં સરસ વાત કરે છે-
" નિર્ણયોને અનામત રાખવા એ અમર્યાદ આશાની વાત છે, પરંતુ હું સ્વીકારું છું કે તેની મર્યાદા છે! “
હું કહું છું...આશામાં ભેગ અને ભેદ એ યિંગ અને યાંગની જેમ વર્તે છે. બ્લાઈંડ રમવાનું! બીજે કશેક આ જ પાત્રના ઉદ્ગાર જુઓ " જીવનના અખૂટ વૈવિધ્યથી એક જ સમયે સંમોહિત અને હડધૂત થતો હું અંદર છું અને બહાર છું. " ફિટ્ઝ પોતે જીવનમાં ઘણી ઊંચનીચ જોતાં હતા. માધવનું ખબર નથી પણ અર્જુન ક્યાં નથી આ વિશ્વમાં?! નિકના મોઢામાંથી ફિટ્ઝ પોતે બોલે છે ...જેમ ગૅટ્સબાય પણ તે પોતે જ છે! ગીતામાં કૃષ્ણ કહે છે તે ક્યાં ક્યાં છે અર્થાત્ તે બધે જ છે ...છતાં પસંદગી છે! કર્મફળ નક્કી છે પરંતુ કર્મનું કારણ પસંદગી જ છે! ઇચ્છા , આશા અને વિશ્વાસ! ફિટ્ઝ ચૂપચાપ કહે છે કે જે કોઈ "ગોડ" છે તે ઉપર છે ...જુએ છે ...અને જુએ જ છે કે સાચું અને ખોટું બધું અહીં થાય છે. નીચે! જીવન જીવવું ઇઝ ઇક્વલ ટુ પળેપળે મરવું?! બે જ નિયમ છે- એક તો બધ્ધાં એક વાર મૃત્યુ પામે જ છે અને બીજો દરેક માણસે મરતાં સુધી જ જીવવાનું છે. મૃત્યુનાં સંદર્ભ વગર કોઈ ભય નથી ...અને જો ભય જ નથી તો જીવન જીવવું વગેરે તત્વજ્ઞાન સ-વર્ચ્યુઆલિઝમ થઈ જાય છે! પ્રેમ, કામ-વાસના અને .મનોરંજન ...અન્હાયલેશનથી નિહિલેશન. શ્રમ-મુક્ત સમાધિ! અહીં, ‘આનંદ’માં કાકા બાબુ મૉશાય...કરીને
સંવાદ બોલીને પછી જે હશે છે તે યાદ કરવું રહ્યું... હહાહાહા...!
યાદગીરી માટે નહીં પણ લાચારીના માર્યો ન્યુયૉર્કની ગગનચુંબી ઠંડીથી બચવા ઝિશાન પપ્પાનું સરકારી ખાખી સ્વેટર પહેરીને પ્લેને ચઢેલો હતો. હજુ તો જુમ્મે જુમ્મે ચાર દિન થયા હશે ટેવાયા ને ત્યાં ઝિશાનને ખબર પડી કે હિના અબ્બાસભાઈ ટાયરવાલા આ દુનિયા છોડી ચાલ્યા ગયા છે. શું એમનું કર્મ પૂરું થઈ ગયેલું ? ઝિશાનની પાસે ત્રણસોને બાવીસ ડોલર હાથ ઉપર હતા. ખેર ઉધાર નો વ્હેંત થઈ જાત પણ, પોતાનો ફોન નાહોવાના કારણે ઝિશાનને આ સમાચાર મળ્યા ત્યાં સુધીમાં તો માડી આ ધરતી ચીરીને અંદર ઉતારી ગઈ હશે ...અને ઝિશાન જીવનની ખોજમાં નવી દુનિયામાં ...હવેથી આ આખી દુનિયા મારી માં...હું દરેકને થોડું થોડું કશુંનું કશું કહીશ. હું ખાલી થઈશ. કે હું ખાલી જ રહીશ...વિચારમગ્નતાથી વિચાર નગ્નતા.
ભાગ બે આવતા રવિવારે.......
-
કનૈયાલાલ મુનશીZazi.com © 2009 . All right reserved |
Comments
આભાર :) !
આ કથામાં
મનિ-રાઇટિંગ, મનોરંજન કે મોનોરંજનથી
અલગ ...મગજરંજન કે હૃદયરંજન છે.
વાચકને ગાગરમાં સાગર તો શું મળે પણ
વરસાદી ઋતુમાં હિમાલયની ઘાટીમાં જોઈએ ...
કેટ કેટલા ઝરણાં... વગેરે ...
એમ એક "વાત"માં અનેક "વતેસર" મળે
તે કોશિશ કરી છે , અને તે પણ
માહિતી સાથે ! આફ્ટરઓલ સાહિત્યનો વાચક વાંચે તો
એનો સમય પ્રેક્ટિકલી એળે ના જાવો જોઈએ.
આધુનિકતા તો ખરું જ પણ
ગુજરાતીના વાચકો ગુજરાતી છોડી અંગ્રેજી કે અન્ય
ભાષાના ભાષાંતરો પર સંપૂર્ણ ચઢી ના જાય એ
જવાબદારી આપણે બધાને નિભાવવી જ રહી ...
સાથે સહતે ગુજરાતીને નવા વાચકો મળી રહે તે રીતે.
Our Pleasure...
ફરીથી ...આભાર :) !