વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 232 guests and no members online

મદદ

 


 



રમુજ

તારી પત્ની બોલકણી છે, જાણે સાંભળ્યા જ કરીએ.

હું પણ સાંભળ્યા જ કરું છું, પતિએ જવાબ આપ્યો.

કાગજની કશ્તી!

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

"રજનીશભાઈથી મિસ્ટર.ફ્રૉઇડ...કૉમન-મૅન! આ આમ-આદમી છે. રોટી, કપડા 'ને મકાનનાં સ્વપ્ના જોતો આલુ-આદમી નહીં પણ, તેની ખુદની સમસ્યામાં બાથોડા ભરતો! ફ્રૉઇડ માટે ધર્મ વગેરેની મમત એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની અક્ષમતા હતી, મહાન માનવ જાતની! જયારે ફિટ્ઝ કરંટ-ટ્રેન્ડને-લોક-ધબકારને કે સાંપ્રત-સંસ્કૃતિને વ્યક્તિગત સાધનાનું સાધન ગણતાં નહીં કે સમાજનું! મારા સ્વપ્ના... હું જે તે અન્યત્ર ચાલી રહ્યું છે તેમાંથી ઈંટો પકડી પકડી હું ચણીશ!
ગલ્લા પરની ભાષામાં કહું તો સમયને હું વાપરીશ! ઓહ.... ગાલ્સવર્ધી "મેન ઑફ પ્રૉપર્ટી"માં સ્ત્રીઓની વાત કરતા હતા પણ અહીં તો  સમયને સ્ત્રી બનાવી દીધી! જંગલનો કાનૂન? લૉ ઑફ ઇવોલ્યૂશન?! વ્હૉહોટ ધ હૅક! ફિટ્ઝ અને તેમની પત્ની ઝેલ્ડાના તંગ સંબંધ આપણા આજના આમ-આદમીના પતિ-પત્ની કે પ્રેમી-પ્રેયસીના સંબંધનું વાસ્તવિક-મૅટાફૉર છે! સાર્ત્ર 'ને સિમોન એ પદ્ય છે. આ ગદ્ય છે! ખેર,  ફિટ્ઝ પાસે અર્નેસ્ટ હૅમિંગ્વે હતા ....તેમના કહેવા મુજબ તેમનો "કલાત્મક અંતરાત્મા "! ...અને
આપણે?... આપણી પાસે ? “

ઝિશાન મગજ ...હાથ છૂટાં ના કરે તો કઈ નહીં પગ છૂટાં કર. રેસ્ટ રૂમ ઇન ધ સ્કાય!...ઓત્તારી... આ તો કોઈ ઍબસ્ટ્રેક્ટ કવિતાનું શીર્ષક બની ગયું! ...સેફ્ટિ બેલ્ટ છોડી સ્વયંસંચાલિત રીતે આજુબાજુ જોતો તે આગળ વધ્યો ...વ્હૉટ આ ગેધરિંગ! ધ ગ્રેટ ગૅટ્સબાય નો એક ઓર સંવાદ યાદ આવી ગયો ..." મને મોટી પાર્ટીઓ ગમે છે. એ એકદમ નીજી હોય છે. નાની પાર્ટીઓમાં કશું એકાંતિકતા જેવું હોતું જ નથી! " ...

જૉર્ડન મહાશય અહીં આવો તમને એક બંધ કમરામાં એકદમ પ્રાઇવસી મળશે ...આ સો બંધ બારી અને બે બંધ બારણાના રૂમને જેલની કોટડી કહેવી કે ગ્રીનરૂમ કે કોઈ વિડિઓ ગેમનો કૉમ્પ્યુટરમાં તૈયાર થયેલો સૅટ?! અલબત્ત ! આ પ્લેન તો છે જ, એની ના નહીં !

“ આ વિજ્ઞાન પણ અજીબોગરીબ વસ્તુ છે! એમાંય મેડિકલ સાયન્સ રિસર્ચ કરે ત્યારે ઘણીવાર તે પાંસઠમી કળાનું પ્રદર્શન કરતું હોય છે! જો વિદ્યાર્થીઓનો કેસ-સ્ટડી કે સૅમ્પલ-સ્ટડી થાય તો? નિદાન વલ્દ નિર્ણય આવે કે  માણસનું શરીર ભણવા માટે બનેલું જ નથી! એ નૅચરલિ રિસ્પૉન્ડ જ નથી કરતું! ઊલટું રિવોલ્ટ કરે છે. માનવી તો રમત-ગમત, રખડપટ્ટી 'ને રંગરેલિયા માટે
જ છે...અને વિશેષજ્ઞ પેટા-તારણો રજૂ કરે તે પહેલા બ્રેકમાં એડ આવશે- ફલાણું ખાઓ ઢીકણું કરો ...અને ટૂંકમાં અમને પૈસા આપી તમે ‘જલસા’ કરો! રિઅલ, નેચરલ, સાયન્ટિફિક જ-લ-સા! શું સારું-શું ખોટું એનું બ્રાન્ડીંગ! જીવનમાં ટીવી છે કે ટીવીમાં જીવન કે બધું સેઇમ  ટુ સેઇમ?! તો... શું હસવું એ પ્રૉબ્લેમ છે? વારુ, અભણ, ગામડિયો 'ને ફર્સ્ટ ટાઈમર પણ જ્યારે સેક્સ કરે છે ત્યારે મેઇન-એક્ટ દરમિયાન ગંભીર હોય છે. દાંત કાઢીને કે કાઢ્યા વગર હસતો નથી! હા, પહેલા પછી વાત અલગ છે! ના, પચાસથી વધુ સ્નાયુઓનો ઉપયોગ કરતું હાસ્ય એ ઑરિજિનલ- ઑટોમૅટેડ પ્રક્રિયા નથી. ખુશ રહેવું કે આનંદ કે ‘ઍટ પીસ’ તે હાસ્ય નથી. હસવું એ ફોર સ્યૉર માનવીય...યાંત્રિક પ્રક્રિયા છે.
જંગલમાંથી ઉતારી આવવું અને મેડિસિન-મૅન હોવું!- માણસ જન્મે મૅચ્યૉર છે! એ રડે છે એની જાતે. ‘હસવું’... તેનું પ્રોગ્રામિંગ, ટીચિંગ કે ટ્રેઇનિંગ માત્ર શક્ય નથી પરંતુ ફરજીયાત છે! મા...મધર! અને ત્યાંથી શરૂ થાય છે માણસનો 'હું કશું નથી'થી 'હું શું છું' તે શોધવાનો દોર! મા એને કૉગ્નિશન આપે છે....હોમો સેપિયંસ સેપિયંસ રેસની સર્વાઇવલ-માસ્ટર-કિ! માતૃત્વ! હ્યુમન ઉર્ફે ‘ધ મમલ-મૅન’ શૂન્ય પાસે જઈને વિદ્યાર્થી બને છે. “

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

" ...ગ્લોબલ! કોણ અજાણ છે આ શબ્દથી? પૈસા અથવા પૈસાથી હોવું કે ના હોવું જે બાબત .... વસ્તુ કે માણસને સ્પર્શે છે ...મનમાં પણ ...તે તમામ અસ્તિત્વ આ વિભાવનાને સાકાર રીતે જાણે છે. વસ્તુઓના આખા જૂથનું, આખી પૃથ્વીનું કે પૃથ્વીને વ્યાપનારું, ગોળાકાર, વિશ્વવ્યાપક, વૈશ્વિક, સમગ્ર જગત તેમજ જગતની બધી પ્રજાઓને અસર કરનારું...આ અર્થ છે ગુજરાતી શબ્દકોશના! અંગ્રેજીમાં ઢગલો સમાનાર્થી છે આ ‘ગ્લોબલ’ના...આંતરરાષ્ટ્રીય જેમાં સર્વસામાન્ય અને મૂળ છે. મૂળ પરથી બીજ યાદ આવ્યું તો બીજ શબ્દ છે ‘ગ્લોબ’! લૅટિન શબ્દ ‘ગ્લોબસ’! આ 'સ' સફિક્સ મનોરંજક છે ! સિસકારો નીકળે છે...હોઠ ખુલ્લા રહે છે. અવાજ, બલકે ઉચ્છવાસ ચાલુ રહે છે! વાયર લાઇવ છે. હા, કરંટ ઝીલનાર પણ વળતો કરંટ આપે તો ના નથી પાડવામાં આવતી. જીભ જ્યારે પૂર્ણ વિરામ મૂકે ત્યારે જેટલા કાન સાબદાં થાય તે કરતા વધુ જીભ ઍક્ટિવ હોય ત્યારે ઍલર્ટ હોય છે. ડિફેન્સ કે ઑફેન્સ! ‘ નેમ ઇઝ ગિબન્સ . ઑગસ્ટસ ગિબન્સ! ' સૅમ્યુઅલ જૅક્સન ટ્રિપલ એક્સ મૂવિમાં પોતાની ઓળખાણ આપતા કહે છે. જૅક્સનને ડાઇ હાર્ડમાં આપણે સારા ...સાચા...સખત રોલમાં જોયેલ હોઈ વિશ્વાસ વધી જાય છે! બ્રુસ વિલસ! ઍપૉસ્ટ્રોફી એસ હોય કે સંસ્કૃતનું 'સહ' આ 'એસ' રાખનો કે ગધેડાનો નથી કે ચૂપ રહેવાનું નથી કહેતો. એ સપ્તકના 'સા'નો 'સ' છે! સ્વાગતનો, સહકારનો, સ્વીકારનો, સમન્વયનો, સ્વથી લઈને સર્વનો ‘સ’. જુલિયસ, જુડાસ કે જીસસ...વેસ્ટ'સ ‘ઍસ’ રૂલ્સ! અડધો આઠડો મારો બાકીનો તારો...એટલે બે શૂન્ય! મૂળ શૂન્યમ્! આ 'મ્' પણ ઈક્વલિ રસપ્રદ છે જોકે તે ઇન્ટ્રોવર્ઝન આપે છે. રેડિયમ હોય કે ક્વૉન્ટમ કે પછી કીપ મમ! આ જ સંસ્કૃતના 'ગ્લૌ' પરથી ગ્લોબલ આવ્યું છે! આંતરરાષ્ટ્રીય લેવલ કે ફૅશન કે સ્ટાન્ડર્ડ એટલે વિદેશી એવા અર્થનું નહીં પણ સર્વ દેશનું કૉમન....ગુ.સા.અ. વાળું ગ્લોબલ! કુલ અને સરેરાશની જુગલબંધી. કપૂર, ચંદ્ર, ગોળો ....અને રસોળી, ગાંઠ, ગૂમડું આવું સંસ્કૃત કહે છે... 'ગ્લૌ' માટે. “

ઝિશાન ટાયરવાલા પૅડમાંથી મોઢું બહાર કાઢે છે અને વાસ્તવિક દુનિયામાં પાછો આવે છે. જોકે મનને એમ શૉર્ટ-બ્રેક ના મારી શકાય નહીંતર શૉર્ટ-સર્કિટ થઈ જાય! આખરે વર્ષો 'ને કિલોમિટરો બંને એક સાથે વેધવાના એ ખાલી ટાઈપ કરવાનો ખેલ નથી. વાહ! આ પણ ખરું છે વિચાર-વાયુથી લેખન-વાયુમાં થઈને પાછો છું તો હું વાયુમાં જ!...

જમણો હાથ ઊંચો કરી એણે સૉફ્ટ-ટચથી એર-હોસ્ટેસ બોલાવી.
ગોડ ડૅમ ઇટ ....આઈ નીડ સમથિંગ રિઅલ હૉટ ..નાઉ !

વરસાદની ધડબડાટી નથી સંભળાતી કે નથી એક ટીપું કપડા પર પડતું પણ આ વાદળા...અને તેની આરપાર ધસમસતું પ્લેન. અને સાથે અજાણી દિશામાં થતા વીજળીના ચમકારા...આના કરતા તો ધરતી પરના ....દેશી રોડ 'ને એના ખાડા-ખડબડિયા સારા...તથા પેલી ટ્રાફિક લાઇટ્સ ...માણસને નચાવે કે માણસ એને ...?! જે હોય તે ...હાલ મને મારું કામ કરવા દે...

"અંગ્રેજી- આજનું ...આપણું બોલે છે- ઑલ-અરાઉન્ડ, ઑલ-ઇનકલૂઝિવ, ઑલ-આઉટ, બ્લેંકેટ, કૉસ્મિક,
સકર્યુલર, ઑર્બિક્યુલર, કૉમ્પ્રિહેન્સિવ, અર્થલી, ગ્રાન્ડ, જનરલ, એનસાઇક્લોપેડિક, ઍગ્ઝૉસ્ટિવ, પ્લૅનિટરી, થરો, સ્ફિઅરિકલ, સ્વીપિંગ, ટોટલ, અન્બાઉન્ડેડ, યુનિવર્સલ, અનલિમિટેડ, વર્લ્ડ-વાઇડ. આમાંથી ઘણા શબ્દો આખા શરીરમાં ઝણઝણાટી લાવી દે છે! જાણે કે આત્માની વાત છે. અલ્લાની વાત છે. 'તે'ની વાત છે! ચોવીસ કૅરેટના તર્કની વાત છે. અને સીધા-સાદા....બેઝિક માણસ બનીને વિચારીએ તો અમુક શબ્દો આ અંગ્રેજી ડિક્શનરીમાં સીધા 'હોલિ ઘોસ્ટ'થીજ ઊતરી આવે છે! કૉઝ્મપૉલિટન... એટલે ... સર્વદેશી, રાષ્ટ્રિયતાની મર્યાદાઓથી મુક્ત, વિશ્વનાગરિક. ના, આ માર્ક્સ કે ઍડમ સ્મિથ પહેલાની વાત છે! અત્યારની વાત છે કે પછીની વાત છે એ પાછું ચર્ચાનો વિષય !

કૅથલિક! વિશ્વવ્યાપક, સર્વસાધારણ, મોટા મનનું, સર્વાશ્લેષી, સર્વસમાવિષ્ટ,  સર્વગ્રાહી, ઉદારચિત્ત, વિશાળ દૃષ્ટિવાળું અને તદુપરાંત કે તળગર્ભસ્થ કૅથલિક અર્થાત્ તમામ ખ્રિસ્તી સંપ્રદાયને સમાવી લેનારું તેમજ રોમન કૅથલિક સંપ્રદાયને લગતું! 'ગ્લોબલ' માટે ત્રીજો હોશિયાર શબ્દ છે ઇક્યુમેનિકલ! ઈકયુ! ઇમોશનલ કવોશન્ટ...ના. તો ક્વેશ્ચન ? મીનિંગ છે સમગ્ર ખ્રિસ્તી દુનિયાનું પ્રતિનિધિભૂત, તમામ ખ્રિસ્તી લોકોમાં એકતા સ્થાપવા માગતું ! ગ્લોબલની જય હો ! ઘણી વખત પેલું “ગોળ ગોળ ટામેટું....અસ-મસ ‘ને ઢસ યાદ આવી જાય! પરંતુ....શું કરવાનું?! ઓકે...અને આ ‘ગ્લોબલ’ના વિરુદ્ધાર્થી? લોકલ ઉર્ફે સ્થાનિક, લિમિટેડ ઉર્ફે મર્યાદિત, ઇન્ડિવિજ્યુઅલ ઉર્ફે વ્યક્તિગત. ગ્લોબલનું ઍન્ટનિમ ક્યાંક 'હું' કે 'તું' તો નથી ને?! અસ્તિત્વવાદ બ્લૅક એન્ડ વ્હાઇટમાં હતો આ ગ્લોબલિઝમ ડિજિટલ કલરમાં જાણે કે અમારે ‘ત્યાં’નો..અમૅરિકાનો સુપર-બૉલ ! ..."

અસ્તિત્વવાદ ....
લૉઅર મિડલ ક્લાસમાં જીવન જીવતાં અબ્બાસભાઈ ભરૂચના પ્રતાપગઢથી સુરત આવ્યા ત્યારે એમની પાસે આ અસ્તિત્વવાદ શર્ટના ડાબા ખિસ્સામાં ઠાંસી ઠાંસીને ભરેલો હતો. ગુરુદત્તનું "પ્યાસા" તેર વાર જોયું હતું તે વાત ઉપર હિના વારી ગઈ અને એક વખત આવ્યો કે બંને લગ્નગાંઠે એક થયાં. સ્ટેટ ટ્રાન્સપૉર્ટની નોકરી. અહીંથી ત્યાં અને ત્યાંથી પણે. પરિવાર નાનકડા ઝિશાન અને તેની દીદી ઝરિનાને લઈને અમદાવાદ આવી ગયું. બધાને એક મળે પણ ઝિશાનને ત્રણ મમ્મી મળી હતી.

 

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries