કાળાં ધોળાં કાબર ચીતરાં
ગલુડીઆંની ટોળી,
એક સવારે અમ શેરીમાં
આવી પહોંચી ભોળી!
આમ કૂદે ને તેમ કૂદે
ને દોડમદોડી કરે !
આખી શેરી ગજવી મૂકે
રુઆબ કરતાં ફરે !
'તુ - તુ' કહી બોલાવું ત્યારે
એક સામટાં ધસે
મારે પગે વીંટાઈ વળીને
ઝીણું ઝીણું ભસે!
પડે આખડે ને આળોટે
સંતાકૂકડી રમે,
નાનકડાં રૂપાળાં મુજને
ગલુડીઆં બહુ ગમે !
એની સરૈયા
વિ.સં: 2015
તા: 12-02-1959