આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
મારે કેવી જાહોજલાલી હતી
સ્કુલે જવા ઘોડાગાડી હતી
રોજ સવારે કાંકરીઆ જોતો
જાણે બાદશાહી ખુમારી હતી...મારે કેવી જાહોજલાલી હતી
મારા વાળ તેલ ચપ્પટ પણ
ઘોડાને રેશમી કેશવાળી હતી....મારે કેવી જાહોજલાલી હતી
સવાર પડે થનગનાટ કરતો
ખુશી શાળાએ જવાની હતી.....મારે કેવી જાહોજલાલી હતી
અબ્દુલચાચા નેકદિલ ઈંસા
એને મન ગાડી અલ્લાહી હતી.....મારે કેવી જાહોજલાલી હતી
ચિરાગ ઝા “ઝાઝી”
મંગળવાર, 29 નવેમ્બર 2011
-
રવીન્દ્રનાથ ટાગોરZazi.com © 2009 . All right reserved |
Comments
...!!