વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 572 guests and no members online

મદદ

 


 રમુજ

મારી પત્ની સાથે મારે કદી વાદવિવાદ થતો નથી.
કદી નહિ ? એ કેવી રીતે બને ?
તે હંમેશાં એનું ધાર્યું કરે છે. અને હું પણ . . .
તમારું ધાર્યું ?
ના એનું ધાર્યું.

મુશાયરો

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
ચકમક ઘસાય
કે દિવાસળી સળગે
ને
જવાળા ભભૂકી ઉઠે
બરોબર એ બિન્દુ પર
હું તને લઇ જવા માંગું છું

...

ગુલ પાંદડી
ટપ ટપ ખરી
જીરવવા એનો ભાર
નીચુ નમી ગયું ઘાસ

...
પણ
આજે તો
મઘમઘતી હવા
ચાંદનીનાં વસ્ત્રો પહેરી
લ્હાણી કરે છે
વીસરાયેલાં ગીતોની.
થાય છે
આજની રાતને
મારા કાવ્યસંગ્રહના
ઉઘડતે પાને મૂકી દઉ!

...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveવાણીમાં મંગલતા આપો
મધુર મિષ્ટ વહે વચન,
આંખોમાં મંગલ્ય ભરો તો
સહુમાં મંગલ નિરખે નયન.


...
મારા મનનો મનખો મ્હોરીયો
મારા ફૂલનો બગીચો ફોરીયો
મારી મ્હેકી રહી ઉર કસ્તુરી
એનો રંગ ખીલ્યો કોઇ કેસરી
એને કોઇ પરખંદે ચોરીયો....


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveજેને વેદપુરાણે વખાણિયો રે,
મારો વહાલોજી થયો છે વાણિયો રે,
એના આગમની ગત છે ઊલટી રે,
મારો નાથ થયો નાણાવટી રે.

વાહલો ગોમતીજીના ઘાટમાં રે,
મળયો તીરથવાસીને વાટમાં રે,
વેશ પૂરો આણ્યો મારે વહાલે રે,
નાથ ચૌટાની ચાલે ચાલે રે.

છે અવળા આંટાની પાઘડી રે,
વહાલાજીને કેમ બાંધતા આવડી રે,
દીસે વાણિયો ભીને વાન રે,
એક લેખણ ખોસી છે કાન રે.


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveહરિભજન વિના, દુખદરિયા સંસારનો પાર ન આવે,
જડબુધ્ધિ જીવ, સંત વિના શુધ્ધ મારગ કોણ બતાવે
તેં અનેક વાર અવતાર ધયૉ, બહુ કમૅ તણા કોઠાર ભયૉ
અઘઓઘ તણા અંબાર કયૉ

તું ઝાડ પહાણ જડ રુપે રહયો, તેં શીત વૃષા બહુ તાપ સહયો
તારો કલેશ કોણે નવ જાય કહયો
ફયોૅ ચાર ખાણ લક્ષ ચોરાશી, થયો જળચર સ્થળચર નભવાસી
માયાબંધનથી ન શકયો નાસી

પામ્યો મનુષ્ય દેહ તેમાં ન મણા, ધનધામા પુત્ર પરિવાર ઘણા
હવે ગાઇ લે ગુણ ગોવિંદ તણા
કહે પ્રીતમ ચેતીલે પ્રાણી, એવું જનમ મરણનું દુખ જાણી
શું સૂતો છે આળસ આણી.


...

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries