વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 68 guests and no members online

મદદ

 


 રમુજ

મારી પત્ની સાથે મારે કદી વાદવિવાદ થતો નથી.
કદી નહિ ? એ કેવી રીતે બને ?
તે હંમેશાં એનું ધાર્યું કરે છે. અને હું પણ . . .
તમારું ધાર્યું ?
ના એનું ધાર્યું.

મુશાયરો

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveટેક ન મેલે રે, મરદ ખરા જગ માંહી,
ત્રિવિધ તાપે રે, કદી અંતર ડોલે નાહીં.
નિધડક વરતે રે, કદી અંતર દોલે નાહીં,
કાળ કમૅની રે, શંકા દેવે વિસારી.
મોડું વહેલું રે, નિશ્ર્ચે કરી એક દિન મરવું
જગ સુખ સારુ રે, કદી કાયર મન નવ કરવું
અંતર પાડી રે, સમજી ને સવળી આંટી,
માથું જાતાં રે, મેલે નહિ તે નર માટી.
કોઇની શંકા રે, મનમાં નવ ધારે,
બ્રહમાનંદના રે, વહાલાને પળ ન વિસારે.


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveશૂન્યતાની પાંખ ફરફરતી રહી
ફૂલની લાશોય થરથરતી રહી
ડાળ પર સૂતો પવન પડખું ફયોૅ
મહેંક ભીની સાંજ સળવળતી રહી


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive


હે મુજ માતૃભૂમિ!
રગરગના પ્રતિસ્પંદનમાં બસ તું જ રહી છે ઘૂમી!
કણ કણ માટી તારી, ગરવા
ભૂત થકી મઘમઘતી,
નયૉ તેજનાં સિંચન પામી
મોતી શી ઝગમગતી!

રોમ રોમ પુલકિત અમ થાતાં લેતાં તવ પદ ચૂમી!
તેં જ ભાનુના ભગૅની જગતે
પ્રથમ રુચા લલકારી,
ભેટ ધયૉ તેં કવિ યુગંધર
સંતો સૌ અલગારી!

વિભવવૃષ્ટિથી ધન્ય ધરા જયાં મધુરપ લૂમી ઝૂમી
લીલાં મસ્તક જહીં વધેરી
રળી શહીદી રાતી!
કર કોમળ કંકણવંતાએ
ધરી તેગ જયાં તાતી!
કાળથપાટો કૈંક જીરવી, દૈવતવાળી ભૂમિ!


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

આ વાદળોને કહું છું
કે કયાં તો મન મૂકીને
વરસી પડો
કયાં તો આ પ્રદેશ છોડીને જ
ચાલ્યા જાવ
ઝરમર ઝરમર ઝરમર ઝરમર
ભીંજાવાનું કયાં સુધી?
તું જ કહે ને
કયાં સુધી?


...

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries