વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 109 guests and no members online

મદદ

 


 રમુજ

એક પોલીસવાળાએ પોતાના મિત્રને કહયું , સ્ત્રીઓ ગાડી એટલા માટે ધીમી ચલાવે છે કે દુઘર્ટના ન થાય .કારણ કે દુઘર્ટના થાય તો એની સાચી ઉંમર અખબારમાં છપાઈ જાય.

મુશાયરો

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveતમે રે સાયર મીઠાં નીરના
અમે સરિતાની સેર
વનરે કંટક વીંધી આવીયાં
લેજો હૈયાની પેર

...
જાણીને ઝેર પી લેવા મનવાજી મારા,
કાંટે ગુલાબ થઇ રહેવાં
બાગબગીચે માળી સંભાળે ઘડી ઘડી
વગડામાં ફૂલ બની રહેવાં

...

નાનું પંખી ઉડે આભ, ચારે બાજુ વીંટે વાઘ
વાઘ ભલે સો આડા ફરે, પાંખ વિનાના એ શું કરે?

...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે,
ખોટ પડી અડધા અક્ષરની પૂરી કરજો તમે!

ત્રણ અક્ષરના આકશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ!
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રુંવાડા સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની પૂરી કરજો તમે!

ચાર અક્ષરના ધોધમારમાં છલબલ આપણાં ફળિયાં
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાડૂબ ઝળઝળિયાં
ત્રણ અક્ષરનું કાળજું કહોને, ઘાવ કેટલા ખમે?
ખોટ પડી અડધા અક્ષરની પૂરી કરજો તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ
અડધા અક્ષરનો તાળો જો મળે તો સઘળું ગમે,
ખોટ પડી અડધા અક્ષરની પૂરી કરજો તમે!


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveનાથ મોરી અરજ સુણો અવિનાશી
હું તો જનમ જનમ તોરી દાસી.
સતી સભામાં શ્યામ સંભારે, ત્રિકમ તોરે રંગ રાચી
પ્રકટ થાઓ પાતળિયા વહાલા, હરજી થાશે બહુ હાંસી.


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveદયાસિંધુ તારે બારણે પુકારું દીન બાળ
દીનબંધુ તારે બારણે પુકારું દીન બાળ

દિન ઊગે વળી સાંજ પડે રે, વેગે વીતી જાય કાળ,
અજ્ઞાની સમજું નહિ રે, કરો પ્રભુ તમે પ્રતિપાળ

ક્ષમા કરો પાપની પ્રભુરે, કીધાં જે આજ પયૅંત,
હવે ફરી ફરી નહિં કરું રે, તારો મને ભગવંત

તારો તારો પ્રભુ તારો મને રે,તારો ત્રિભુવન નાથ,
ભવસાગર માંહી ભમું છું, કૃપા કરી ગ્રહો હાથ


...

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries