વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 28 guests and no members online

મદદ

 


 રમુજ

બાળક (માતાને) : મમ્મી, હું દરિયામાં નહાવા જાઉ?

માતા : ના ડૂબી જવાય.

બાળક : પણ ડેડી તો ગયા છે!

માતા : હા, પણ એનો તો વીમો ઉતરાવેલ છે.

મુશાયરો

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

અમે કેકટસને કાંઠે લાંગરેલા હાથ થઇ બેઠા
તમે પણ કેટલા લોહીલુહાણ આધાર દઇ બેઠા

તો વચ્ચેની જગાને સૌ તળેટી નામ દઇ બેઠા
જો પહાડો ખીણથી બે ચાર ડગલાં દુર જઇ બેઠા

નિચોવાઇ ગયેલા હોઠને જોયા તો યાદ આવ્યું
ફરી કયાં કોઇનું ગમતું પલળતું નામ લઇ બેઠા!

અવસ્થાની નદીમાં આજ ઘોડાપૂર આવ્યાં, ને
અમે કાંઠા કદી નહીં છોડવાની હઠ લઇ બેઠા


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
પકડો કલમ ને કોઇ પળે એમ પણ બને
કે હાથ આખેઆખો બળે એમ પણ બને
જયાં પ્હોંચવાની ઝંખના વસરોથી હોય ત્યાં
મન પ્હોંચતાં પાછું વળે એમ પણ બને
એવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયા
એક પગ બીજા પગને છળે એમ પણ બને
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એજ હોય પગની તળે એમ પણ બને
તું ઢાળ ઢોળીયો હું ગઝલનો દીવો કરું
અંધારુ ઘરને ઘેરી વળે એમ પણ બને


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

એક ક્ષણ માંગ્યું

અમે મૃગજળની પાછળ દોડવા માટે જ રણ માંગ્યુ,
ચરમસીમા નિરાશાની વટાવી રેતકણ માંગ્યું.

કૃપા એની કે સગવડ જિંદગીભરની કરી દીધી,
બહુ થાકી ગયો નવરાશથી તો કામ પણ માંગ્યું.

તમે પારસમણી છો એમ સાંભળતો જ આવ્યો છું,
તમારૂં એટલે સાંનિધ્ય મેં પણ એક ક્ષણ માંગ્યું.

યુગોની આ તરસ બે ચાર કૂવાથી નહીં છીપે,
અને માટે મેં પર્જન્ય પાસેથી ઝરણ માંગ્યું.

કડડભૂસ થઈ ગઈ સઘળી અપેક્ષાઓ, રડી ઊઠયો,
અહીં મારા જ જેવું મેં જગતથી આચરણ માંગ્યું.


......................


શિખર સુધી

તાપીના તટથી છેક હવે માનસર સુધી,
એ આવવા કબૂલ થયા છે જિગર સુધી.

રસ્તામાં રોશની છે હજુ રકતરંગની,
દીવાનગી જ દોરી ગઈ છે શિખર સુધી.

જયારે વિમાસણોના હતાં કાળાં વાદળો,
રસ્તો જ જાતે પહોંચી ગયો રાહબર સુધી.

બીજું ન કાંઈ સાંભળ્યું આખું જીવન પછી,
ખુલ્લા રહ્યા’તા કાન તમારી ખબર સુધી.

ભીનાશ આખા માર્ગમાં લોકોએ જોઈ છે,
રડતું ગયું’ તું કોણ અમારી કબર સુધી.


......................


બળાપો, કબૂલ કર

અંતરમાં થાય છે તે બળાપો કબૂલ કર,
આકાશ સામે જોઈને પાપો કબૂલ કર.

દુનિયાથી કોઈની સાથે નથી જતું,
મળતો રહે છે માત્ર ઝુરાપો, કબૂલ કર.

ઈચ્છા તો ઘા કરે છે સદાય જનોઈવઢ,
ડૂબી જવાય એવો તરાપો કબૂલ કર.

તું પણ બચી શકયો નથી ‘મનહર’ એ સત્ય છે,
કરડી ચૂકયા છે સ્વાર્થના સાપો, કબૂલ કર.

‘મનહર’ અહમ્ ને કોરે મૂકીને વિચારજે,
તારી ગઝલ છે માત્ર પ્રલાપો, કબૂલ કર.


......................


એક સુરતી ગઝલ

ઝોલે ચઈડું મન પછી ઊંઈઘું નહીં,
કામ હારું કોઈ પણ કઈરું નહીં.

ઓટલા ડા’પણની ડાળે હળવળ્યા,
હાવ હારું કોઈ પણ હમજયું નહીં.

એક હેરીમાં ઉતું સપનું સરસ,
પણ કોઈના ધ્યાનમાં આઈવું નહીં.

કૂતરાની જેમ હઉ ભાગી ગિયા,
જે મહાણે કોઈ પણ થોઈભું નહીં.

લો, જુઓ આવી ગિયો છું બારણે,
ઢોરને ખીલા વિના ચાઈલું નહીં.

માણહાઈ ચેહ પજ જોઈ છતાં,
ચૂપ થઈ બેહી રિયા, બોઈલું નહીં.


......................


કિતાબ ખોલું છું

તમારી પાસ જીવનની કિતાબ ખોલું છું,
સભામાં જાણે કવનની કિતાબ ખોલું છું.

નયનમાં પૃષ્ઠ છે પ્રસ્તાવના, નજર તો કર ઃ
હવે તો વાંચ જીવનની કિતાબ ખોલું છું,

જીવન વિષેના વિચારોનાં ત્યાં જ છે મોતી,
કદી કદી હું રૂદનની કિતાબ ખોલું છું.

હસે છે આપનાં રેબાંકનો બધેબધ કાં ?
વિસરવા દુઃખ, જો મનનની કિતાબ ખોલું છું.

ગુલોને ભક્ષતા માળીનો દંભ જો ‘મનહર’રડે છે દિલ,
જો ચમનની કિતાબ ખોલું છું.


......................


સમય પર જોઈએ

આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ,
જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઈએ.

સ્નેહના બિંદુથી ચાતકને મળે સંતોષ, પણ !
મુજ તૃષા એવી કે, ચાહતનો સમંદર જોઈએ.

માનવી દાનવ બને સિદ્ધિની સંગતમાં રહી,
એટલે ના વિશ્વમાં કોઈ સિકંદર જોઈએ.

મૌનની ભાષા તો વંચાતી નથી મુજથી, હવે !
કૈંક તો બોલો તમે, આજે તો ઉત્તર જોઈએ!

આટલે વર્ષે હવે ઈકરાર ના કરશો તમે,
જામ શું કે ઝેર શું સઘળું સમય પર જોઈએ.

છો રહે ફોરમ વિહોણાં જિંદગીનાં વસ્ત્ર સૌ,
ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઈએ.

એ ખરું ‘મનહર’ કોઈ દર્શન નથી આપી શકયો,
છે ગઝલ જીવનનું દર્શન જો ખરેખર જોઈએ.


......................


નમાજ છે

જો જે કે આમ હું છું ને સામે સમાજ છે,
હા, તારા હાથમાંજ મુહબ્બતની લાજ છે.

કંટકભરેલ પંથ ભલે હોય, ચાલશું,
જો હોય તારી ‘હા’ તો પછી મારી ‘હા’ જ છે.

એને જીવનપરાગ હું અર્પણ કરી દઉં,
મૃત્યુ તો મારા દર્દનો એક જ ઈલાજ છે.

મારી ગઝલ તને ન ગમે એ તો શેં બને ?
મારી ગઝલમાં આમ તો તારો અવાજ છે.

માટે જ એને માટે મને પક્ષપાત છે,
ગઝલો તો પૂર્વ જન્મના પુણ્યોનું વ્યાજ છે.

‘મનહર’ કદી જતો નથી મસ્જિદ કે મંદિરે,
ગઝલો જ એની રાતદી’ પૂજા, નમાજ છે.


......................

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
જીવન ભરના તોફાન ખાળી રહયો છું,
સતત એના મોઘમ ઇશારે ઇશારે
ગમે ત્યાં ડુબુ, ગમે ત્યાં નીકળુ,
છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે

અહીં દુખની દુનિયા મા એક રંગ જોયો
ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે
સુજનની કબર હો કે ગુનેગાર ની
છે સરખી ઉદાશી મઝારે મઝારે

હ્રદય મારુ વ્યાપક, નજર મારી સુંદર
કલા મારી મોહક વિચારે વિચારે
નથી આપને કશી જાણ એની
કે મે ચાંદ જોયો સિતારે સિતારે

અમારા બધા સુખ દુખ વચ્ચે
સમય ના વિના કોઇ તફાવત ના જોયો
બધી એ મઝાઓ હતી રાતે રાતે
ને સંતાપ એનો સવારે સવારે

નથી ઝંખના મારી ગમતી જો તમને,
તો એનું નિવારણ તમારું મિલન છે
તમે આમ અવગણના કરતા જશો તો
થતી રહેશે ઇચ્છા, વધારે વધારે

મરણ કે જીવન હો, એ બન્ને સ્થિતિમાં,
મરીઝ એક લાચારી કાયમ રહી છે
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે


...
કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે
કળીઓને ગલીપચી હસાવી નહીં શકે


...
ખુશ્બુ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું


...
બસ દુદૅશાનો એટલો આભાર હોય છે
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે
ટોળે વળે છે કોઇની દીવાનગી ઉપર
દુનિયાના લોકો કેવા સમજદાર હોય છે
કાયમ જો રહી જાય તો પયંગબરી મળે,
દિલમાં જે એક દદૅ કોઇ વાર હોય છે!
જાણે હોય છે સૌ ગરીબ કે વસ્તુ બધી ‘ મરીઝ ‘
ઇશ્ર્વર થી પણ, વિશેષ નિરાકાર હોય છે


...
લેવા ગયો પ્રેમતો વ્યવહાર પણ ગયો
દશૅનની ઝંખના હતી, અણસાર પણ ગયો


...

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries