વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 56 guests and no members online

મદદ

 


 રમુજ

સરલાએ તેની બહેનપણી કમલાને પૂછયું, અરે કમલા, આ હાર તને કેટલામાં મળ્યો?

કમલાએ જવાબ આપ્યો, ખાસ કંઈ વધુ નહિ. એક દિવસ રડવામાં અને બે ટંક નહિ જમવામાં.

મુશાયરો

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveએક કે બે પળ થવાનું હો છે
કયાં પછી ઝળહળ થવાનું હોય છે

આંખમાં અકબંધ અજવાળું વસે
સ્વપ્નને કાજળ થવાનું હોય છે

શ્ર્વાસ ને ઉચ્છવાસ રણમાં ઓગળે
રેતને મૃગજળ થવાનું હોય છે

ખૂબ અઘરું હોય છે અંદર જવું
એકલા બળબળ થવાનું હો છે

આજ અથવા કાલ એકએકને
સાવ સૂનું સ્થળ થવાનું હો છે


...

ગયા વષોૅ હવે આવ્યાં અને આઘાત ચાલે છે
સવારે કોણ જાણે કેમ એવી વાત ચાલે છે

ઘણી વેળા મને થઇ જાય કે મારા ઉપર પડશે
અચાનક આંખમાં ઊગીને કેવી રાત ચાલે છે!

બને તો એમને કહેજો કે ખુશબો મ્યાનમાં રાખે
બગીચામાં બધાં ફૂલોની હમણાં ઘાત ચાલે છે

હકકિતમાં બધા દરવાજા તાળું શોધવા લાગ્યા
કોઇ ઊંઘી ગયું છે એનો પ્રત્યાઘાત ચાલે છે

સમયનું નામ મુઠઠી હોય તો એ ખોલવી પડશે
અને ઘડિયાળમાં કાંટા દિવસ ને રાત ચાલે છે


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveવસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,
મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો.

તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું?
કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો!

લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીનાં,
ને શૂન્યતાન ઘરમાં ઊગી જાય જંગલો.

...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive


..........

..........

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
જયાં લગની છે

આ મોજ ચલી જે દરિયાની, તે મારગની મુહતાજ નથી.
એ કેમ ઊછળશે કાંઠા પર, એનો કોઈ અંદાજ નથી.

ઓ દોસ્ત, વહેતા જીવનની, આ કોણ સિતાર સુણાવે છે ?
આ બેઠો છે કયાં બજવૈયો ? કૈં સૂર નથી, કૈં સાંજ નથી.

હા, બે’ક ઘડી એ નયનોમાં, જોઈ છે એવી એક છબી,
ઝબકારે એક જ જાણી છે, જયાં કાલ નથી કે આજ નથી.

હર રોજ હજારો ગફલતમાં, હું ભૂલી જાઉં તને પ્રીતમ !
ને એમ છતાં એવું શું છે, જે પ્રીતમ, તારે કાજ નથી ?

આ નૂરવિહોણી દુનિયામાં, મેં એક જ નૂર સદા દીઠું,
એક પંખી ટહુકી ઊઠયું તો, લાગ્યું કે તું નારાજ નથી.

આ આગકટોરી ફૂલોની, પરદા ખોલી પોકાર કરે,
ઓ દેખ નમાઝી ! નેન ભરી, જયાં લગની છે ત્યાં લાજ નથી.


...


ગમતાંનો કરીએ ગુલાલ

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સુણી કયાંય સાંકળી ?

ખાડા ખાબોચિયાને બાંધી બેસાય,
આ તો વરસે ગગનભરી વ્હાલ.
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરી સરી જાય એને સાચવશે કયાં લગી ?

આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
ને વર્ષે ફોરમનો ફાલ.

આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને ?

માધવ વેચંતી વ્રજનારીની સંગ તારાં રણકી ઊઠે કરતાલ !
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ને ગમતાનો કરીએ ગુલાલ


...

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries