વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 106 guests and no members online

મદદ

 


 રમુજ

મારી બર્થડે કેક જોઈ? પત્નીએ પૂછયું

છે તો કલાત્મક, પણ ગણિતમાં તું કાચી છો.

મુશાયરો

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveકદાચ તારી ઇચ્છા
મને અફાટ આકાશ આપવાની છે
નાની નાની આકાંક્ષાઓમાં
હું અટવાઇ જાઉં એ તને ન ગમે
પણ પ્રિય,
પંખીને આકશ કરતાં
નીડ વધુ ગમે
એ તું જાણે છે?


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive


પુણ્યના રુપમાં મને મળી ગયો
લાલો મીઠો વ્હાલુડો


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
ખેરવી નાખે જ તારાં પાન તો તું શું કરીશ?
ખીલવાનું દે પછી આહ્વાન તો તું શું કરીશ?

વેશ સાધુનો લઈ તું બ્રહમચારી થાય પણ
જાગશે તારા મહીં ઈન્સાન તો તું શું કરીશ?

એમને મુઠ્ઠી ભરી તું શાપ દેવા નીકળે
એ તને જો આપશે વરદાન તો તું શું કરીશ?

કાલ જેને તેં હણ્યો એ સત્યવકતા હું હતો
રૂબરૂ આવી કહે ભગવાન તો તું શું કરીશ?

જિંદગી વાંચીને તારી એ કરે જો ફેંસલો
ભાગ્યમાં તારે નથી અવસાન તો તું શું કરીશ?


......................


બાળવાચક શબ્દનો કકકો શીખું છું
કેમ લખવો પાન પર ટહુકો શીખું છું

આગનો છું અંશ તોયે લોક પીએ
હું પ્રભાતી સૂર્યનો તડકો શીખું છું

દાવ સામે પેચની છોડી રમતને
હું હવે અડકો અને દડકો શીખું છું

મૂળ રૂપે તો હતા માટી જ જેવા
શું વીત્યું ને એ થયો ખડકો શીખું છું

આપ આલિંગન વિશે ન પ્રશ્ન પૂછો
હું હજુ તો ફૂલને અડકો શીખું છું.


......................


ફરી આંખ કાં સજલ
ગીત લખું કે ગઝલ

કોણ ફરી આવીને ઊભું, બંધ કલમને દ્વારે
જીવ પૂછે છે અડધી રાતે, કોણ હશે અત્યારે!

આ કોણ કાપતું મજલ
ગીત લખું કે ગઝલ

કોણ ફરી પગલીઓ પાડે, કાગળના આંગણામાં
નકકી કોઈ હશે પ્રગટતું, કવિ નામના જણમાં

આ કોણ આટલું સરલ
ગીત લખું કે ગઝલ!

હું જ લખું છું એ વિશે તો, મનેય પડતો શક
કો’ક લખાવી જાય છે ને, માનું મારો હક

(તો) થશે કો’ક દી ટસલ
ગીત લખું કે ગઝલ!


......................

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
અક એવું ઘર મળે આ વિશ્ર્વમાં
જયાં કશા કારણ વિના પણ જઇ શકું
એક એવું આંગણું કે જયાં મને
કોઇ પણ કારણ વિના શૈશવ મળે.

એક બસ એકજ હો નગર
જયાં ગમે ત્યારે અજાણ્યો થઇ શકું
કેમ છો? એવું નાં કહેવું પડે
સાથ એવો પંથમાં ભવ ભવ મળે.

કોઇ એવી મહેફીલ હો જયાં મને
કોઇ બોલાવે નહીં ને જઇ શકું
એક ટહુકામાંજ આ રુંવે રુંવે
પાનખરના આગમનનો રવ મળે

તોય તે, ના રંજ કંઇ મનમાં રહે
અહીંથી ઉભો થાઉં ને મૃત્યુ મળે


...
એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો,
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં...


...

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries