આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
બે પાટાની વચ્ચે ચાલું છું
એને આત્મહત્યા ન કહો
કહો તો દોડું,
નહીં તો પડું
ચાલું, દોડું, કે પડું
શો ફેર પડવાનો?
સલામત છે પગ મુકવાનો?
અમસ્તાં તો બે ની વચ્ચે પાણી હોય
અહીં બે ની બહાર પાણી છે
ભાન ખરું છે
ને આંખ અજાણી છે
લુંટાવાનો હવે ભય નથી
થરથરતું આ હ્રદય નથી
મારી વચ્ચે પાટા ચાલે છે
...
ગંગાના પ્રવાહમાં ભળતાં નાળાએ ન પૂછયું?
મારું શું?
...
જે થાય છે તે સારા માટે છે,
પણ કહું છું.
જે થાય છે તે સારા માટે પલટાવી શકાય છે.
...
એક બૂચ
કાચનો
ભાંગેલી
અત્તરશીશીની
શીશી નહીં, અત્તર નહીં,
પ્રિયે દીધેલ
અત્તરશીશીને
જતન કરી ધરું
ગત ક્ષણની એક
સુવાસિત યાદ
એથી.
...
તમે જેને કવિતા કહો છો
એ કવિતા એટલે
મારે મન તો
આડાઅવળા શબ્દો ધ્વારા
ઊભરાતી મારી વેદના.
...
લ્યો વલવલે છે વેદના ઘૂંટાય છે ગઝલ
આંસુના નામ પર અહીં ભીંજાય છે ગઝલ
પહોંચી શકયા છે શબ્દ કયાં વાચા સુધી હજી
મૂંગી બનીને કેવી વલોવાય છે ગઝલ!
...
સંબધના
ઠુંઠા
સૂકા
વૃક્ષ પર
અૌપચારિકતાની
એક નાનકડી
ડાળી બચી હતી.
લ્યો,
શબ્દની કુહાડીએ તેને ય કાપી નાંખી.
કાલ સ્વયમ શિક્ષણ નો દાડો
બનશે સાહેબ વિમલો જાડો
પણ હું તો બનવાનો ટનટન છંટ બજવવાવાળો
ગણી ગાંઠી બે, પાસ, સાત કે
દસ મિનિટ હજુ માંડ થઇ હોય
ત્યાં તો હું ટન ટન કરતો રિસ્સેસ પાડવાવાળો
ઘડીએ ઘડીએ રજાબજાની
ગળચટટી લઇ નોટીસ નાની
કલારે કલારે ફરીને સૌને ખુશ ખુશ કરવાવાળો
હેય, હું તો બનવાનો ટન ટન ઘંટ બજાવવાવાળો
...
અડપલું રે
હવાનું, છંછેડાયો
તળાવે ચાંદ
શી...શી....પવન
ધીમે, સરોવરમાં
સૂયૅ સૂતો છે
...
હું તારી વાંસળી ને તું મારી ફૂંક
હું તારું ગીત ને તું મારી ટૂંક
...
-
ટૉલ્સટૉયZazi.com © 2009 . All right reserved |
![]() |