આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
લખ રે જોજન કેરા આકાશી ગોખલે
માડી! તારો દીવડો જલે.
એનાં રે અજવાળાં જગમાં ઢળે
માડી! તારો દીવડો જલે.
ઝૂલે રે વિટાર, હીંડોળા ખાટ
રાતડીએ પાથરી તેજની બિછાત,
કોણ એ કળયું એ કળે?
નીલાંબરી અંબર, તારાઓનાં ઝૂલે ઝુમ્મર,
જગદંબા ગરબે ઘૂમે અવનિને ઉંબર,
જગનાં તિમિર તો ટળે.
વાઘને વાહન વિરાજી વાઘેશ્ર્વરી,
રંગતાળી લઇ ઘૂમે રંગમાં રાસેશ્ર્વરી
ભકતોની ભકિત ફળે.
...
મારી કીકીઓને
રોપી દો બરફના વગડામાં
ભીનાશને છોડ બની ઊગવું છે
ને વાવેલાને પાંખ બની ફૂટવું છે.
...
હવે જુગાર રમી લઇયે
કાં રાજય, કાં વનવાસ
...
મારે કમખે નૃત્ય કરતા મોરલાને
પીડાનું લકકડખોદ ચાંચ માયૉ કરે છે
વહેવા લાગશે એમાંથી
આદિજલનો સ્ત્રોત સહત્રધારે
એનું પ્રત્યેક બુંદ
મારાં એક એક જન્મની શૃંગાર સાત્રિનું
શોકગીત થઇ ટપકશે મારા સ્તન પર
ત્યારે મોરના પીંખાયેલા પીંછામાંથી
ફુટતી સંધ્યાએ મીણબત્તી લઇ
ફંફોસતી હોઇશ
મારા ખોવાયેલા પારાવારને
સૂયૅથી ડહોળાયેલા સાંજના પગલામાં
મને હવે કોઇ સાદ ના દેશો.......!
...
-
ભગવાન બુધ્ધ.Zazi.com © 2009 . All right reserved |
![]() |