આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
આરે શરદની ઊગી રાત મારા વાલમા
હૈયું તો લ્હેયુૅ લ્હેયુૅ જાય, મારા વાલમા
બંસીના સૂર તારા રેલાય, મારા વાલમા
મનડું મૂકીને આજ ખેલ, મારા વાલમા
પાયે નુપૂરના ઝંકાર,મારા વાલમા
તારા તે ઉરના ધબકાર, મારા વાલમા
લીલા ખેતરીયે હસે મોલ,મારા વાલમા
નીચે ધરતીએ ઝીલી બોલ,મારા વાલમા
ેરસિયા ઝીલીલે રસ વહેણ,મારા વાલમા
આવે જો આભલેથી કહેણ, મારા વાલમા
દૂર દૂર ફરતો ફરું
કદી મસ્ત કદી ધીર,
પાડંુ ઝાડ જડમૂળથી
ઉછાળું સિંધુનાં નીર.
...
પડઘો મારો પોપટડો
પઢાવું તેમ પઢે,
હસું જો ખડખડ ખડખડ
તો એ પણ ખડખડ હસે
...
પાંખો વિનાનું પુસ્તક મારું
મુજને કયાં કયાં ઘસડી ગયંુ
પૈડાં વિનાનું પુસ્તક મારું,
દૂર દેશમાં ઘસડી જાતું
...
ડુંગર ટોચે ઊડું છું
વાદળ સાથે વાતો કરું
પાંખ મારી નાની છે,
પણ દૂનિયાભરમાં ઊડું છું
રેતાળ આંખમાં કશું અંકુરતું નથી
પથરાળ મનને કાંઇ હવે સ્ફુરતું નથી
નિખણૅતાને નામ હયાતિનું દૈ શકો
કે વૃક્ષ પણૅનેય હવે ઝૂરતું નથી
...
મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે
ને શુષ્ક શ્ર્વાસમાં ભળી ભીનાશ છો તમે
માળની ઝંખના નથી મારા વિહંગને
મુજ શ્ર્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે
આ બહુ મોટું નગર!
છે દિવસ ને રાતના જેવું કશું,
જાણ છે એની ફકત લોકોને બસ.
કોણ કોનું સાંભળે કહેવાય ના!
પણ બધાં ઘડિયાળની ટકટકને વશ,
જોઇ સૂરજને હસે છે કુલરો
અહીં રુતુને સ્વીચમાં જીવવું પડે,
ટાઇપ થયેલા પત્ર જેવા માણસો
સ્મિતનું પૃથ્થકરણ કરવું પડે.
મંૂગા , મૂંગા, માણસો ચાલ્યા કરે.
હાથ પોલીસનો સતત હાલ્યા કરે.
લાલ લીલી બત્તી પર સહુની નજર,
સિગ્નલોના શ્ર્વાસથી જીવતું નગર,
હા, બહુ સંભાળજો, આ ભીડમાં
કોઇનો ધકકો જરી વાગે નહીં
આંખ ઢાળી ચાલતા સજજન તણી
આંગળીઓ ભૂલથી જાગે નહી
આ બહુ મોટું નગર!
...
ચમન તુજને સુમન મારીજ માફક છેતરી જાશે
પ્રથમ એ પ્યાર કરશે ને પછી જખ્મો ધરી જાશે
...
-
મુનિ દેવેન્દ્રZazi.com © 2009 . All right reserved |
![]() |