વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 266 guests and no members online

મદદ

 


 



રમુજ

એક પોલીસવાળાએ પોતાના મિત્રને કહયું , સ્ત્રીઓ ગાડી એટલા માટે ધીમી ચલાવે છે કે દુઘર્ટના ન થાય .કારણ કે દુઘર્ટના થાય તો એની સાચી ઉંમર અખબારમાં છપાઈ જાય.

મુશાયરો

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive



ફાગ ખેલો ઘેરૈયા ફાગ ખેલો
બાળ નાનાં બન્યાં ઘેરૈયાં
અંગ અંગરખું કુંકુમ છાંટૈયાં
હાથ નગારી લઇ નાચૈયાં
ફાગ ખેલો ઘેરૈયાં

...
હા, રાત્રિએ? અનિલ સૌરભ શું સુહાવી
પાયાં અમી અમીત શીતળ ચિત્તમાંહી

...
ેરસ સરભર વિશ્ર્વે વ્યોમ ઉલ્લાસ વ્યાપ્યો
રવિ નિજ કિરણોથી દિવ્ય તેજે સુદિપ્ત
દિનકર લજવાયો સાંધ્ય સાંનિધ્ય વંદે,
સમરસ શુભ હૈયાં પ્રેમઘેલાં સમીરે

...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive




તું મને મળતી ખરી પણ મન વગર
ઝાંઝવાં બનતાં સરોવર જળ વગર.

શૂન્ય મારું મન થયું છે એટલું
કે હવે ખડ ખડ હસું છું ભય વગર.

જયાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.

દૂર તારાથી થતો હું જાઉં છું
એમ લાગે છે, હવે છું ઘર વગર.

સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર.


......................


ડર મને મારો જ થોડો હોય છે,
કાચમાં ચ્હેરાને જોવો હોય છે.

કોઈ કાયમ કેમ જોતા હોય છે ?
આપણા ક્ષણક્ષણના દોષો હોય છે.

શ્વાસની હલચલ તે હો હો હોય છે,
સૂનકારે કોણ કોનો હોય છે ?

ઊંઘ આવે તો તરત મીંચો નયન
રાતનો કયારે ભરોસો હોય છે ?

પી જઉં પયગંબરોનાં પાપને
શબ્દના તો લાખ રોગો હોય છે.

હું ફરી કયાંથી હવે માણસ બનું ?
ડોકમાં ઈચ્છાનો દોરો હોય છે.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી !
મોતનો પણ એક મોભા હોય છે.


........................


ઝેર જાણી ચાખી જોવું જોઈએ,
શ્વાસ છોડી ચાલી જોવું જોઈએ.

તું નથી એવા સમયના સ્થળ વિશે,
કલ્પી લેવું, ધારી જોવું જોઈએ.

પારકા બે હાથના સંબંધમાં,
લોહી જેવું લાવી જોવું જોઈએ.

ઠાઠ ભભકા એ જ છે ‘ઈર્શાદ ‘ ના
ઘર બળે તો તાપી જોવું જોઈએ.

........................

જોતજોતામાં સમજથી પર ન થા,
ઘર ત્યજી આમ સચરાચર ન થા.

ઝાંઝવાં કે આંસુથી છીપે તરસ ?
એક બળતા રણ ઉપર ઝરમર ન થા.

સૌ ખુશીનું નામ ખૂશ્બો હોય છે,
પુષ્પ રૂપે તું તરત હાજર ન થા.

વૃક્ષનો ભેંકાર મારમાં ન ભર,
એક પંખી ! આટલું સુંદર ન થા.

ખસ જરા ‘ઈર્શાદ ‘આઘો ખસ હવે,
જાત જાતમાં મને નડતર ન થા.

........................

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને કયાં ખબર ઃ હું છું વ્હેતો પવન,
બધાં ઘેર ફરવાનો મોકો મળ્યો.

થયું ઃ હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

બચતમાં હતાં અશ્રુઓ એટલે
નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.

મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું ઃ છે આ ‘ઈર્શાદ ‘ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

........................

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive



ઉવીૅ ફરતી રહી
તારા ત્યાં ને ત્યાં જ,
રુતુ સરતી રહી
ચમન ત્યાં ને ત્યાં જ,
નદી વહેતી રહી
સાગર ત્યાં ને ત્યાં જ,
રે સંજોગોની આ વાત રહી
અમે ત્યાં ને ત્યાં જ, !


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive




પગલું મેં માંડ માંડ દીધું તું માંડવા
ને તેં તો લંબાવી દિધી કેડી!
આંખો આ અમથી બે હસી ઊઠી ત્યાંતો તેં
નજરુંની બાંધી દીધી બેડી!

...

અભ્યાસ કકકા સમ જીંદગીનો
આરંભ કીધો, ‘અ ‘ થકી અહો મેં
અંતે પહોંચી ‘જ્ઞ ‘ સુધી છતાં હું
રહી ખરા જીવનથી જ ‘અજ્ઞ ‘!

...

આ પલટે પલ પલ રસ્તો,
વિધવિધ રુપે વાર ભૂલેલો
સ્વરુપ કાજ તલસતો....આ...

...

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries