આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
હોસ્પિટલની લોબીમાં ફરતાં સગાવ્હાલાં જેવી
ઠાલા આશ્ર્વાસનોની અવરજવર
...
મારી નાની આંખની
બહાર
અંધારુ
ભીતર
અંધારુ
રસ્તો છું પણ મને કોઇ દિશા નથી
મકાન છું પણ મારામાં કોઇ વસ્તી નથી
...
દિવસભર ઉડીને
આકાશ આખું પાંખોમાં ભરીને
પંખી માળે ઉતયુૅ
અને
વૃક્ષ ડાળ પાન ફળ ફૂલ આકાશ
...
રહસ્યો ના પડદાઓ ઉપાડી તો જો
ખુદા છે કે નહી હાક મારી તો જો
પલાઠી લગાવીને ના બેસી રહે
તુ મુઠઠી ઓ વાળી ને ભાગી તો જો
હશે તો ઉઠી દોડવા માંડશે
તુ પ્રારબ્ધ ને લાત મારી તો જો
ફિણ મોઢામા આવી જશે મોતન
તુ ઇચ્છાઓ નાહક વધારી તો જો
ખબર તો પડે મોતિયો છે કે નહી
તુ સમંદરમા ડુબકી લગાવી તો જો
પયગંબરની ટીકા તુ કરજે પછી
પ્રથમ એવું જીવન વિતાવી તો જો
છે મીઠા કે ખારા સમજ તો પડે
જલન ઝાંઝવા ઓને ચાખી તો જો
...
મને શંકા પડે છે કે દિવાના શું દિવાના છે
સમજદારી થી અળગા થઇ જવાના બધા બહાના છે
તમે પણ દુશ્મનો ચાલો અમારા સ્નેહી ઓ સાથે
એ કબ્રસ્તાનથી આગળ મને કયાં લઇ જવાન છે
ચાલો એ રીતે તો ઓછો થશે આ ભાર પૃથ્વી નો
સુણ્યું છે ધનપતિ ઓ ચંદ્ર પર રહેવા જવાના છે
રહે છે સદા શયાત ના ટોળા મહી તો પણ
જલન ને પુછશો તો કહેશે બંદા ખુદાના છે
...
ટોળાની શૂન્યતા છું જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી
હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને
ખાલીપણંુ બીજા તો કોઈ કામનું નથી
શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી
નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ
હું ઢોલ છું, પીટો, મને કૈં પણ થતું નથી
સાંત્વનનાં પોલાં થીગડાંમાં સૂઈ ગઈ છે રાત
બીડીના ઠુંઠિયામાં કોઈ બોલતું નથી
......................
તને નિહાળવાનો એક વિચાર થઈ જાશે
ને તારા રૂપનો પળમાં ચિતાર થઈ જાશે
જરામાં પહોંચી જશે મારા આગમનની હવા
ને દ્વાર દ્વાર ઉપર આવકાર થઈ જાશે
નગરમાં ઊતરી પડયાં છે અવાજનાંટોળાં...
હું પાસે જઈશ તો એ સૂનકાર થઈ જાશે
સમયની સાથે હવે કોણ બાંધછોડ કરે?
પસાર થાવું હશે તો પસાર થઈ જાશે
વિરહની રાતની હસ્તી છે મારા મૌન સુધી
સૂરજની વાત કરીશ... ને સવાર થઈ જાશે
........................
નહીં દેખાઉં હું તો ભેજ જેવા છું હવામાં
હું સંતાયો છું તારી આંખના જોવાપણામાં
નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં
મને તું આમ જોયા કર નહીં આ ઝાંઝવામાં
નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં
નથી કૈં અર્થ દીવો બાળવા કે ઠારવામાં
નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં
તને સ્પર્શી જઈશ તારા ભીના હોવાપણામાં
નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં
લે! તારી આંખમાં ઝાકળ બનું, જો!આયનામાં
........................
કયાંયનો નહિ તે છતાં સર્વત્ર છું
કોઈ સરનામા વિનાનો પત્ર છું
વિશ્વભર વિખરાયેલું નક્ષત્ર છું
માત્ર તારી આંખમાં એકત્ર છું
હું અનાદિ ઝંખના નિર્વસ્ત્ર છું
સત્ય છું પણ સાવ અંગત પત્ર છું
જિંદગી જેવો નનામો પત્ર છું
કૈંક અફવાઓને માથે છત્ર છું
આંખમાં મૃગજળ ભરીને શોધ નહિ
જયાં જઈશ, ત્યાં લાગશે અન્યત્ર છું
........................
જયારે હું તારા ખ્યાલમાં આવી ગયો હઈશ
દુનિયાથી દૂર, આપમાં આવી ગયો હઈશ
આપું નહીં હું આમ કદી કોઈને વચન
નકકી હું તારી વાતમાં આવી ગયો હઈશ
સાચે જ તારી સૂક્ષ્મ નજર હોવી જોઈએ
અમથો શું તારી આંખમાં આવી ગયો હઈશ!
લાગે છે દૂરતા સમી આત્મીયતા હવે
લાગે છે પાછો ભાનમાં આવી ગયો હઈશ
મારા વિષે તને ઘણા પ્રશ્નો થતા હશે
એ માનીને જવાબમાં આવી ગયો હઈશ
........................
આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો
બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો
આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો!
આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો
જળને તો માત્ર જાણ છે તૃપ્તિ થવા વિષે
મૃગજળ ને પુછ , કેમ હું તરસ્યો થઇ ગયો
તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પ્હાડ
મારી તરસના તાપથી દરિયો થઇ ગયો
મસ્તી વધી ગઇ તો વિરકિત થઇ ગઇ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો
........................
-
દયાનંદ સરસ્વતીZazi.com © 2009 . All right reserved |
![]() |