આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
કથા એ અમારી કહે છે પારકાની માફક
કરે છે સિતમ પણ સહચર જાણે કે દયાની માફક
ભલે તું મને જા ભૂલી અધૂરી કથાની જેમ
છતાં તું વસે છે મનમાં રમ્ય કલ્પનાની માફક
મદીલી સૂરા છે સાકી સમય પણ ગયો છે પાકી
રહયા એક આપ બાકી પધારો ઘટાની માફક
અમારી દશા જોઇ હવે આભથીય આંસૂ
તમારા વિયોગે લાગે જીવન આ કઝાની માફક
...
પ્રતિબિંબ કોનાં સ્મિત કરે છે તુષારમાં?
ઉપવનથી કોણ નીકળયું વ્હેલી સવારમાં?
ફૂલો ઉપરથી કેમ આ ખસતી નથી નજર?
કોના વદનનો રંગ ભળયો છે બહારમાં?
કોનો અવાજ દેહમાં પડઘાય છે હજી
છાયા બનીને કોણ ફરે છે વિચારમાં?
એકાન્તની પળોની વ્યથા પૂછશો નહીં,
શોધ્યા કરે છે આંખ કશું અન્ધકારમાં
ફૂટી રહયાં છે ફૂલ કબરની તિરાડથી
ઊતરી ગઇ ન હોય વસંતો મઝારમાં!
આદિલ ઢળયું શરીર પણ આંખો ઢળી નહીં,
મૃત્યુ પછી ય જીવ રહયો ઇન્તેજારમાં
...
ફીણનું ફીસ્સું કફન ઊંચું કરી
શકય હો તો ચાલ દરિયો શોધીએ
શુષ્ક પગલાંનાં જલાવી ઝાંખરા
તેમની નીચેથી રસ્તો શોધીએ
...
દૂરથી જોઇ હસે છે કોઇ
રોજ આવીને મળે છે જોઇ
જીરવીશું એ અદમ કઇ રીતે?
કેટલો પ્યાર કરે છે કોઇ?
...
પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી,
મજા હોય છે ચુપમાં તે ચચૉમાં નથી હોતી.
દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,
કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.
ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નરમાં હોય છે મસ્તી તે મદિરામાં નથી હોતી.
મોહબ્બત થાય છે પણ થઇ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.
અનુભવ એ પણ આસિમ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊમૅિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.
...
-
ચાણક્યZazi.com © 2009 . All right reserved |
![]() |