આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળહળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત,
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભકિતની રીત
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત. ૧
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશામાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથ ને દ્વારકેશ એ, પશ્ચિમ કેરા દેવ
છે સહાયમાં સાક્ષાત્
જય જય ગરવી ગુજરાત. ૨
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર,
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત. ૩
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ શોભશે, વીતી ગઈ છે રાત.
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.
...
મર્દ તેહનું નામ
મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે,
કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.
મર્દ તેહનું નામ, ડરે નહિ રણે જવાથી,
હોંશે ચડે તોખાર, ડગે નહિ રિપુ મળ્યાથી.
મર્દ તેહનું નામ, મરે પણ પણ નવ મૂકે,
ધીર ધરી શૂરભેર, તાકયું નિશાન ન ચૂકે.
મર્દ તેહનું નામ, ચળકતાં શસ્ત્રો જોઈ,
ઊછળી કરતો હાથ, કીર્તિ ઊજળી પર મોહી.
મર્દ તેહનું નામ, રડે નહિ ઘાવ લીધાથી,
પડયો પડયો પણ કહે, કાઢ શત્રુને અહીંથી.
મર્દ તેહનું નામ, ભોગવે શ્રમે રળેલું,
સિંહ સરીખો તેહ, ખાય નહિ ઘાસ પડેલું.
...
અવસાન સંદેશ
નવ કરશો કોઈ શોક - રસિકડાં,
નવ કરશો કોઈ શોક - ટેક.
યથાશકિત રસપાન કરાવ્યું,
સેવા કીધી બનતી -રસિકડાં૦
પ્રેમી અંશને રુદન આવશે,
શઠ હરખાશે મનથી -રસિકડાં૦
મર્મ ન સમજે બકે શંખ શઠ,
વાંકું ભણે બહુ પણથી-રસિકડાં૦
એક પીડમાં બીજી ચ્હીડથી,
જળશે જીવ અગનથી -રસિકડાં૦
હતો દુખિયો થયો સુખિયો,
સમજો છૂટયો રણથી -રસિકડાં૦
મુઓ હું ત્હમે પણ વળી મરશો,
મુકત થશો જગતમાંથી-રસિકડાં૦
હરિકૃપાથી મમ લેખ ચિત્રથી,
જીવતો છઉં હું દમથી-રસિકડાં૦
વીર સત્યને રસિક ટેકીપણું,
અરિ પણ ગાશે દિલથી-રસિકડાં૦
જુદાઈ દુઃખ તે નથી જ જવાનું,
જોયે માત્ર મરણથી-રસિકડાં૦
મરણ પ્રેમીને ખચિત મોડું છે દુઃખ
વધે જ રુદનથી-રસિકડાં૦
જગતનીમ છે જનમ મરણનો,
દઢ રહેજો હિંમતથી-રસિકડાં૦
મ્હને વિસારી રામ સમરજો,
સુખી થશો તે લતથી-રસિકડાં૦
...
સાથે ન કાફી પીધી ચાહ સારી,
ઊનાં જમ્યાં ન દૂધપાક,ઘારી
જોતાં પડંતો વરસાદ મોટો,
લ્હાવો ન લીધો ત્ર્રતુનાં સુખોનો
રાતે જ રેલે સુકુટુંબ વસ્ત્રે,
વષૉદથી છેક ભીંજાઇ રસ્તે
ચોંટેલ ચીરે નથી નાથ જોતો,
લ્હાવો ન લીધો ત્ર્રતુનાં સુખોનો
...
સૌએ ચાલો જીતવા, જંગ બ્યુગલો વાગે
યા હોમ કરી ને પડો, ફતેહ છે આગે.
...
જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેયોૅ વૈરાગ્યજી
ઉશદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો આગ જી
ધન્ય ધન્ય માતા ધ્રુવ તણી, કહયાં કઠણ વચન જી
રાજ સાજ સુખ પરહરી, વેગે ચાલિયા વન જી
ભલો ત્યાગ ભરથરી તણો, તજી સોળસેં નાર જી
મંદિર ઝરુખો મેલી કરી, આસન કીધલાં બ્હાર જી
એવા છત્રપતિ ચાલી ગયા,રજ મૂકીને રાજન જી
દેચ,દાનવ,મુનિ,માનવી,સવૅે જાણો સુપન જી
સમજી મુકો તો સારું ઘણું, જરુર મુકાવશે જમ જી
નિષ્કુળાનંદ કહે નહિ મટે, સાચું કહું ખાઇ સમ જી
...
જયારે હું હતું પશુ અજ્ઞાન રે,
નહોતું ખાન કે પાનનું ભાન રે,
ત્યારે કોણ મારી સારી સંભાળ,
કરતું ધરી વહાલ? તે તો તું જ માવડી
કોણ ઊંઘતું હેતે ઊંઘાડીને,
કોણ અંગનું હીર ધવડાવીને,
થતું હુંથી અધિક પ્રસન્ન,
પોતાને મન? તે તો તું જ માવડી
માંથુ મારી, ઉછાળી હું લાત રે,
ધાવું તેમ તેમ થઇ રળિયાત રે,
કોણ મીઠડાં લેતું મુખ,
પામી મહા સુખ! તે તો તું જ માવડી
મને કોણ ઉઠાડી બેસતું?
મને કોણ રિઝાવી રમાડતું?
કોણ ગાતું ઊંઘાડવા ગીત,
પ્રફુલ્લિત ચિત્ત? તે તો તું જ માવડી
જરા માથું દુખે કદી માહરું,
કોણ ચોંકી થતું દેખી બાવરું?
કરી કરીને કડવા કવાથ,
પીતું ખુશી સાથ? તે તો તું જ માવડી
કોણ શીખવતું બોલતાં ચાલતાં,
કોણ કહેતું મનહર વારતા,
દીઠા દહાડી અસંખ્ય દોષ,
તોયે ન કયોૅ રોષ, તે તો તું જ માવડી
તારા પ્રેમના પાર પમાય ના,
તારાં કયૉં તે કોએ કરાય ના,
અરે તેં મળમૂત્ર અથાગ,
વહયાં, લહયાં ભાગ્ય ! ધન ! ધન મારી માવડી
તારો પાડ શું વાળું વળાય ના,
મૂકી માથું ખોળામાં હું માયના,
બોલું નવલ ગગળો થઇ વાણ,
તારું છે કલ્યાણ, જય જય મારી માવડી
...
જોગીન્દ્રપણું તો શિવજી તમારું મેં જ્યાણું,
જટામાં ઘાલીને શિવજી આ ક્યાંથી આન્યું?
લીલી પીળી પટોળી ને અંગે છે ગોરી
શીદને છુપાવો શિવજી છતી થઈ છે ચોરી.
કોઈ લાવ્યા કેડે ઘાલી, કોઈ લાવ્યા હાથે ઝાલી,
જટામાં ઘાલીને કોઈ નથી લાવ્યં નારી.
હોડ બકો તો શિવજી જટા રે છોડાવું,
જટામાંથી નારી નીકળે તો કદી ન બોલાવું
કૈલાસે ઉભા શિવજી એમ જ બોલે,
દ્વાર ઊઘાડોની વાત જ બોલે.
ભસ્મ ચોળીને શિવજી વાળ્યો આડો આંક રે,
આંકડાની ઝુંપડીમાં ગંગા માંગે ભાગ રે.
ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે,
મરમની વાત તો કોઈ નવ જાણે.
આંક ધતુરો શિવજી વિજયાના ભોગી,
નરસૈંયાનો સ્વામી જુનાગઢનો જોગી.
...............................................
-
મહાત્મા ગાંધીZazi.com © 2009 . All right reserved |
![]() |