વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 75 guests and no members online

મદદ

 


 રમુજ

મારી પત્ની બહુ કરકસરવાળી છે ! તેના ડ્રેસમાંથી મારું શટૅ બનાવ્યું .

મારી પત્ની એથીય કરકસરવાળી છે. મારા શટૅમાં થી તેણે નાઈટી બનાવી.

મુશાયરો

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

કોઇ સ્વપ્ન આંખોમાંથી વરસે
તેમ વરસાદ વરસતો હતો.
પરસેવો પીળા સૂયૅમાંથી
નિયમિત ટપકતો હતો.
પ્લાસ્ટીકના ફૂલોના કાંટાથી
ફૂલદાની લોહીલૂહાણ થઇ ગઇ હતી.
લિપ્સ્ટિકનો લાલચટાક રંગ
મારી આંખોને આંજતો હતો.
ગાંધીજીની પ્રાથૅનામાં કોલાહલનો પાર ન હતો
અને તેને શાંત કરતા હતા
ત્રીજા વિશ્ર્વયુધ્ધના ભણકારા


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveબારીમાંના કાટખૂણે કપાતા
સળિયાથી ચેરાયેલ
શ્યામ નિસંગ આભ ઓઢીને બસ,
હવે હું સુઇ જાઉં છું.!
તો,
આંખના દિપક તળે
અગણ અદીઠ તારક ઝબકે ઝબકે.
સફાળી ઊઠી
ફગાવી દઉં હું આભ,
તો,


...

આજ રાત મારા સપનને
ગુલમહોરની કુસુમિત ડાળ ઊગી
સપનની કોક પાંદડીએ ફરકયું
તારું શરદચાંદની શું મરકી જવું,
સપનને કોક પુષ્પે થરકયું
તારું વાસંતી વાયરા શું ફરકી જવું

...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveઅરીસાની આંખોથી જોયાં કરું
ને અણસાર આછો ય ખોયાં કરું
હતું નાં કહીં ને ગુમાવી દઇ
મરકતાં સપનને હું મોહયાં કરું
અસુંદર કે સુંદર ન સમજું કશું
કોઇ આંખમાં તોય સોહયાં કરું
રખે ને વિલાયે સ્મરણવેલ એ,
હું પાપણનાં પાણીથી ટોયાં કરું
જો મનથી ન મનને ન સમજાય તો
હું પૂછયા વગર મનને પ્રોયાં કરું
ન અહિંયા, ન ત્યાં કે કશે હું નથી
કોઇ આંખમાં ફકત હોયાં કરું


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveતારા હાથની ઉષ્મા સૂયૅપ્રકાશમાં છે
હું સૂયૅપ્રકાશમાં નહાઉં છું
તારી રોમાવલીનો કંપ શ્ર્વાસમાં છે
હું ઘાસમાં આળોટું છું
તારા સ્મિતનું માદૅવ પારિજાતમાં છે
હું પારિજાતને ચૂમું છું
તારા શ્ર્વાસની હળવાશ પવનમાં છે
હું પવનમાં ફરફરું છું
પશ્ર્મિનો સૂયૅ ઉગાડે છે સ્મૃતિ
હું સૂયૅને મારી કીકીમાં સમાવી લઉં છું

...

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries