આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
મમ્મી પપ્પાએ આપ્યું આકૃતિ
અને સહેલીઓએ ક્રિતિ
શિક્ષણશાસ્ત્રીઓએ આકૅિટેકટ
અને મિત્રોએ કવયિત્રી
મારે પોતે
હજી મને શીષૅક આપવાનું બાકી છે.
...
પગરવોમાં દદૅ રેલાવે અભાવ
ભીંત પર સ્મૃતિ બની આવે અભાવ
હું બચેલી ક્ષણને પીવા જાઉં ત્યાં
શૂન્યતાનો હાથ ફેલાવે અભાવ
આંખમાં પોલાણ વધતું જોઇને
બીજ ખાલીપાનું લઇ આવે અભાવ
આગમનનું સ્વપ્ન ચોંકે એકદમ
યાદની સાંકળને ખખડાવે અભાવ
ટેરવે બ્રહમાંડ ખાલીખમ હતું
ને વિરહની પાંખ ફફડાવે અભાવ
કોરી કોરી આંખ જેવા ઓરડે
કંઇક ભીનું ભીનું પ્રસરાવે અભાવ
...
-
શ્રી રવિશંકર મહારાજZazi.com © 2009 . All right reserved |
Read more...