વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 40 guests and no members online

મદદ

 


 



રમુજ

મારી પત્નીની યાદદાજીત બહુ ખરાબ છે.
બધું ભૂલી જયા છે ?
ના, બધુ યાદ રાખે છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 




આ જ સજૅનનો સમય છે, લે કલમ,
એકલા પડવાનો સમય છે, લે કલમ.

તક નિમિત્ત બનવાની વેડફાતો નહીં,
તુજ થકી લખવાનું તય છે, લે કલમ.

જે ગમે, સ્પર્શે, તરત એ તારવી લે,
આમ તો અઢળક વિષય છે લે કલમ.

આજ ચંદ્ભ પૂર્ણતાની ટોચ પર,
કાલથી નકકી જ ક્ષય છે, લે કલમ.

શબ્દ ગીતાના સ્તરે પહોંચી જશે,
દેહ આખો શ્યામમય છે, લે કલમ.

એક મહેફિલ પૂરતી મહેનત નથી,
કાવ્યને પોતાની વય છે, લે કલમ.


......................


કયાં તિરંગા ધ્વજ મહીં અહીં ફરફરે પંદર ઓગસ્ટ!
ફકત તારીખિયા મહીં ખીલે ખરે પંદર ઓગસ્ટ.

આંખમાં સપનાં અમીરીનાં લઈ આઝાદ થઈ
ને ભિખારી સમ હવે તો કરગરે પંદર ઓગસ્ટ.

દેશમાં વસ્તી વધી, પસ્તી વધી, હસ્તી વધી?
ખોરડે મોભી વગર કયાં લગ નભે પંદર ઓગસ્ટ.

એકબીજાને સતત છેતરવું સ્વાભાવિક બન્યું,
આપણે એને ને આપણને છળે પંદર ઓગસ્ટ.

એક ચશ્માં, એક લાઠી, એક ધોતી, એક સત્ય
એક જણ વિનાની ફિકકી તરફડે પંદર ઓગષ્ટ


........................


માનવીની જેમ એ હસતું નથી, રડતું નથી,
સ્થિતપ્રજ્ઞ છે ઃ મુનિની જેમ, એ ચળતું નથી.

સ્ક્રીન પર દેખાય છે એ ડિસ્ક પર ચોકકસ હશે,
મન અને ચહેરા અલગ હો એમ અહીં બનતું નથી.

હાર્ડ ડિસ્કથી ફલોપીમાં કોપી થયાં છે બે જણાં,
સ્પેસ ઓછો છે છતાં એકાંત અણગમતું નથી.

એક અંગત ફાઈલ નામે ‘પ્રેમ’ ખોવાઈ ગઈ,
કેટલું શોધ્યું પગેરું, કયાંય પણ જડતું નથી.

કેટલા સંબંધ ડી-કોડિંગ કર્યા છે તે છતાં
બાદ કરતાં સ્વાર્થને બીજું કશું મળતું નથી.

જે દિવસથી છોકરી આવી છે ઓપરેટર બની,
એક ટસ જોયા કરે છે કામ કંઈ કરતું નથી.

ટેરવાં કી-બોર્ડ પર વીખરાઈને રડતાં રહ્યાં,
જિંદગીમાં ફીડ કરવા જેવું કંઈ બનતું નથી.


........................


સૌ રોજ મરતાં હોય છે એક હદ સુધી,
ને તોય હસતાં હોય છે એક હદ સુધી.

સાંનિધ્ય, હંૂફ, સ્પર્શ કોને ના ગમે,
પણ એય ગમતાં હોય છે એક હદ સુધી.

ગઝલો બની જન્મે એ પહેલાની કથા
શબ્દો બબડતા હોય છે એક હદ સુધી

નકકરપણું સહેલાઈથી મળતું હશે?
લોકો રઝળતા હોય છે એક હદ સુધી.

કેમ રોજ સાથે હોય છે એ બે જણાં,
સંબંધ અમસ્તા હોય છે એક હદ સુધી.

આ શાંત દેખાતા બધાયે માણસો
અંદર સળગતા હોય છે એક હદ સુધી.


........................

Comments  

lakant46@gmail.com
+1 # lakant46@gmail.com 2011-03-02 06:25
એક અંગત ફાઈલ નામે ‘પ્રેમ’ ખોવાઈ ગઈ,
કેટલું શોધ્યું પગેરું, કયાંય પણ જડતું નથી.
---------------------------------------
" તક નિમિત્ત બનવાની વેડફાતો નહીં,
જે ગમે, સ્પર્શે, તરત એ તારવી લે,
શબ્દ ગીતાના સ્તરે પહોંચી જશે,
આજ ચંદ્ભ પૂર્ણતાની ટોચ પર,
કાલથી નકકી જ ક્ષય છે, લે કલમ.'
--------------------------------------
સરસ...ઈશકૃપા જ્યારે સર્જક પર ઉતરે...ત્યારે એની
સજ્જતા...તત્પરત ા... જરૂરી... ,
આભાર! -લા'.....કાન્ત
Zazi.com © 2009 . All right reserved