વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 234 guests and no members online

મદદ

 


 



રમુજ

તારી પત્ની બોલકણી છે, જાણે સાંભળ્યા જ કરીએ.

હું પણ સાંભળ્યા જ કરું છું, પતિએ જવાબ આપ્યો.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 



પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળયું ને તમે યાદ આવ્યાં

કયાંક પંખી ટહુકયું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ રામ
સ્હેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલકયું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહમાંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણ અટકયું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઊપડયું ને તમે યાદ આવ્યાં


...
ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઇયે
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતા જઇયે
મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઇએ
તાલ દેનારને પળ એક મુંઝવવાની મઝા
રાગ છેડયો છે રુદનનો, છતાં હસતાં જઇયે


...
જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં
ને છતાં પાલવ અડકયાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઊઠયાં
ને પછી ઠીક થઇ પૂછયું કે કેમ છે!

આટલા અબોલા પછી આવો સવાલ
કહો, કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો, ને
હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું


...
આંસુ ને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી
તમને ભુલી જવાના, પ્રયત્નોમા આજકાલ
તમને ભુલી ગયો છું, મને ખ્યાલ પણ નથી
મારુ સ્વમાન રક્ષવા જાતા કદિ કદિ
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પથ નથી
વાતાવરણ મા ભાર છે મિત્રો ના મૌન નો
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી


...

Zazi.com © 2009 . All right reserved