આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
કળ વળી ગઈ ?ધૂળ વાળી?ને ઉપર પથરો મુક્યો?
દોસ્ત,ખતરો છે અહીં –સપના મહીં પૂળો મૂક્યો.
...
આજે તો મને એય યાદ નથી આવતું
કે મારે ચશ્માના કાચ
અંદરથી લૂછવાના છે કે બ્હારથી?
...
ભમરડે વિંટળેલ દોરીની માફક
કહે, કોણ છુટું પડે વારેઘડીયે
...
ઘર કરીને આપણે રહેવું નથી
કયાંક ઇચ્છાની પરી પેંધી જશે
...
પળ પછીની પળ તો કાચી ઇંટ છે
હાથમાં જકડી કે પટ બટકી જશે
...
ઘટનાનો સરવાળો છું
પરવડતી જંજાળો છું
ઘર ભૂલી પાંખોને માટે
વાદળ વચ્ચે માળો છું
અડતાંમાં અળગાં અજવાળાં
પડછાયો છું , કાળો છું
લગભગ છું ને કાયમ છું
કહે છે કે વચગાળો છું
અટકળ આગળ, પાછળ હું
અટકી જઉં તો તાળો છું
...
-
મહાત્મા ગાંધીZazi.com © 2009 . All right reserved |
Read more...