આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
જય વૃંદાવન કુંજબિહારી,
કુંજગલનમાં આવનજાવન ગોપી ને ગિરિધારી
સાંવરિયાની શ્યામ મુરલિયા,ઘનશ્યામ ગગનો રંગ
મીરાં માધવ, રાધા માધવ, ગોપી માધવ સંગ
અંગ અંગ તો જાણે લાગે ગુલાલભરી પિચકારી
છંદ આનંદનો લય આનંદનો, ને આનંદનાં ગીત
કળી કળી ને ફૂલ ફૂલમાં મોાસમનું સંગીત
અલગારીની આંખો વરસે અલબેલી અણધારી
...
હે પરમ સુધામય પાવન!
હું ઝંખુ તવ સંગ સનાતન,
મને ન સ્પશેૅ લાખ લોકની આવન જાવન.
રિધ્ધિથી નહિ રીઝે હ્રદય તે
દષ્ટિ માત્રથી મ્હોરે,
રટણા એક જ લાગી તમારી,
આઠે આઠ જ પ્હોરે
તમે જ મારું દદૅ અને છો તમે જ દદૅ નિવારણ
કશી સૂઝ કે સમજ પડે ના
મને થતી અકળામણ,
ઝીણો ઝીણો જીવ બળે, ને
ઝરે નૈનથી શ્રાવણ
ઝંખા શાને જાગે એનું હોય કદિ શું કારણ?
...
નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમાં!
વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વ્હાલમાં!
રાતનો અંધાર મને લાગે છે ઊજળો,
તારો તે સંગ ઉન્હે પ્હોરે જાણે પીપળો
વેણુના વેણ મહીં ડૂલ મારા વ્હાલમાં!
એકલીને આંહી બધું લાગે અળખામણું,
તારે તે સંગ ભલા ટહુકે સોહામણું
તું જે કહે તે કબૂલ મારા વ્હાલમાં!
...
-
ગુરુ રામદાસZazi.com © 2009 . All right reserved |
Read more...