આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
જરા અંધાર નાબૂદિના દસ્તાવેજ લઇ આવ્યો
અરે ! લો આગિયો સૂરજથી થોડું તેજ લઇ આવ્યો
તમે છો એવો ભ્રમ ફિકકો ન લાગે એટલા માટે
તમારી શકયાતામાં બસ હું થોડો ભેજ લઇ આવ્યો
હતી મમૅર છતાં પણોૅ અનુભવતાતા એકલતા
પવન જઇ રાતરાણીથી મહેકની સેજ લઇ આવ્યો
પ્રથમ ટપકું શું છાતીમાં, પછી તો મેઘધનુષ આખું
તમે જે રંગ પૂયૉ લોહીમાં હું એ જ લઇ આવ્યો.
...............
ગુજરાતી ભાષામાં
ઉત્કૃષ્ટ પ્રદાન બદલ
પ્રિયદશૅની પુરસ્કાર સમ્માનિત
અહમ્ ઓગાળવા આવ્યા
ગઝલ સંગ્રહમાંથી
...
ેશબ્દથી મન મોકળું થઇ જાય ત્યારે આવજે,
મૌન જયારે તારાથી સહેવાય ત્યારે આવજે.
હમણાંતો તો તું વ્યસ્ત છે પ્રતિબિંબના શૃંગારમાં
આયનો જોઇ તને તરડાય ત્યારે આવજે.
તારી માફક સ્વસ્થ હું કરીશ કોશિશ જરુર,
પણ એ કોશિશમાં નયન છલકાય ત્યારે આવજે.
ફકત હમણાં કે અહીં પૂરતો નથી સંબંધ આ,
કાળ સ્થળ તારાથી ઓળંગાય ત્યારે આવજે.
હું નહીં આવી શકું મારા અહ્રમને છોડીને
મારો ખાલીપો તને સમજાય ત્યારે આવજે.
...
ેકોઇ જાણીતો શ્ર્વાસ લાગે છે
એ અહિં આસપાસ લાગે છે.
...
ઉચ્ચતમથી સહેજ નીચે હું રહીશ
ટોચ પર પહોંચીને ગડગડવું નથી.
...
પૂરી સમજણને સાનમાં લાવ્યો,
ઓષ્ઠવતુૅળને કાનમાં લાવ્યો,
મારે કહેવાનું જે હતું તમને,
તૂટીફૂટી જબાનમાં લાવ્યો.
...
શિકારી થવાનું થતું મન પળેપળ,
છે સસલું ત્વચા, આંખમાં બેઠું હરણું
...
-
પંચતંત્રZazi.com © 2009 . All right reserved |
Read more...