Print
Parent Category: કવિતા
Category: મુશાયરો
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 




કકકો સરસ્વતીની ખાણ



કરવાં તો સારાં કામ



દુખ ખમતા ધરવી હામ



ગણ રુણ હક ચોખ્ખી રીત



ઘરમાં સૌથી ધર પ્રીત



ચારિત્રે જન જિતાય



છળકપટે સૌ દુણાય



જન્તુ પ્રત્યેકે જીવ



ઝાડ બીજ પણ જાણ સજીવ



ટંટા નવ વહોરો કદા



ઠઠઠા અતિથી આપદા



ડર એક પ્રભુનો ધરો



જે ઢંગે નહિ પાધરો



નવ તપ કો્રધે લવલેશ



થડને દઢ વળગ હમેશ



દમામ પોલે લોકો હસે



ધન લોભે નીતિ પણ ખસે



નાગો સૌથી ખસ ખસ થશે



પળ પણ ન નકામી ખુઓ



નેકીફળ મીઠાં જુઓ



બોલીથી પોત જણાય



ભીખે નવ પેટ ભરાય



મગરુરી ખત્તા ખાય



યશ છે દુલૅભ વળી હવાઇ



રંકરાયને નહોય સગાઇ



લક્ષમી ચંચળ, આવે જાય



વેણ સાથ વકકર વહી જાય



શંકર સૌનું શુભ કરે



ષટ ગુણ ષટ અવગુણ ખરે



સહકારે સપંત વડી



હળ કણ દે તું ગાલ્લે ભરી


કકકે સ્વર ભળતા દસચાર


વળી જોડ મીંડાં ન વિસાર


અનુક્રમે ઊતરીએ પાર



અદબ અકારે નિત કર યાદ



આળસ છે ત્યાં કશી મુરાદ



ઇ એ ઇમાન ન ક્ષણ વીસરો



ઇ છે ઇશ ચરાચર ભયોૅ



ઉંમર ઘડી ઘડી વહી જાય



ઊજમથી ઘણું પમાય



ૠષિ સન્ત જગે વન્દાય



ૠ થી શબ્દ ન કો મંડાય


અ‘
અ‘ ન અ‘બ કોઇનીથી રાચ



એકલ તોયે ન તજવું સાચ


આ‘
આ‘ખાતે જણનું માપ



ઓશિયાળો ખુએ આપ



ઐકય છે ચડતી સઘ


અૌ
અૌઠ હાથ કાયાનું કદ   
આંખની અંદર કીકી જુઓ   
માંહય બહાર આત્મા અનુભવો   
કકકો સરસ્વતીની ખાણ
કકકે વસી સુનીતિ જાણ   
કકકે બલ જય ઉદય પ્રમાણ
કકકો પ્રગતિદાતા માન
કકકાથી ૐકાર જ્ઞાન


...