Print
Parent Category: કવિતા
Category: મુશાયરો
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 
ચકમક ઘસાય
કે દિવાસળી સળગે
ને
જવાળા ભભૂકી ઉઠે
બરોબર એ બિન્દુ પર
હું તને લઇ જવા માંગું છું

...

ગુલ પાંદડી
ટપ ટપ ખરી
જીરવવા એનો ભાર
નીચુ નમી ગયું ઘાસ

...
પણ
આજે તો
મઘમઘતી હવા
ચાંદનીનાં વસ્ત્રો પહેરી
લ્હાણી કરે છે
વીસરાયેલાં ગીતોની.
થાય છે
આજની રાતને
મારા કાવ્યસંગ્રહના
ઉઘડતે પાને મૂકી દઉ!

...