Print
Parent Category: કવિતા
Category: મુશાયરો
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 જેને વેદપુરાણે વખાણિયો રે,
મારો વહાલોજી થયો છે વાણિયો રે,
એના આગમની ગત છે ઊલટી રે,
મારો નાથ થયો નાણાવટી રે.

વાહલો ગોમતીજીના ઘાટમાં રે,
મળયો તીરથવાસીને વાટમાં રે,
વેશ પૂરો આણ્યો મારે વહાલે રે,
નાથ ચૌટાની ચાલે ચાલે રે.

છે અવળા આંટાની પાઘડી રે,
વહાલાજીને કેમ બાંધતા આવડી રે,
દીસે વાણિયો ભીને વાન રે,
એક લેખણ ખોસી છે કાન રે.


...