Print
Parent Category: કવિતા
Category: મુશાયરો
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 અરીસાની આંખોથી જોયાં કરું
ને અણસાર આછો ય ખોયાં કરું
હતું નાં કહીં ને ગુમાવી દઇ
મરકતાં સપનને હું મોહયાં કરું
અસુંદર કે સુંદર ન સમજું કશું
કોઇ આંખમાં તોય સોહયાં કરું
રખે ને વિલાયે સ્મરણવેલ એ,
હું પાપણનાં પાણીથી ટોયાં કરું
જો મનથી ન મનને ન સમજાય તો
હું પૂછયા વગર મનને પ્રોયાં કરું
ન અહિંયા, ન ત્યાં કે કશે હું નથી
કોઇ આંખમાં ફકત હોયાં કરું


...