Print
Parent Category: કવિતા
Category: મુશાયરો
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 



તારા હાથની ઉષ્મા સૂયૅપ્રકાશમાં છે
હું સૂયૅપ્રકાશમાં નહાઉં છું
તારી રોમાવલીનો કંપ શ્ર્વાસમાં છે
હું ઘાસમાં આળોટું છું
તારા સ્મિતનું માદૅવ પારિજાતમાં છે
હું પારિજાતને ચૂમું છું
તારા શ્ર્વાસની હળવાશ પવનમાં છે
હું પવનમાં ફરફરું છું
પશ્ર્મિનો સૂયૅ ઉગાડે છે સ્મૃતિ
હું સૂયૅને મારી કીકીમાં સમાવી લઉં છું

...