વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 93 guests and no members online

મદદ

 


 



રમુજ

મારી પત્ની બહુ કરકસરવાળી છે ! તેના ડ્રેસમાંથી મારું શટૅ બનાવ્યું .

મારી પત્ની એથીય કરકસરવાળી છે. મારા શટૅમાં થી તેણે નાઈટી બનાવી.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 


છું જવાનીનો હું સાથી પ્રેમનો પણ મિત્ર છું.
મીટ માંડી રૂપ પણ જોયા કરે એ ચિત્ર છું

એ હશે કિસ્મતની લીલા કે મારી કલા
મેનકાને પણ નચાવું એવો વિશ્વા મિત્ર છું.

અમદાવાદ નાં એક સંસ્કારી ખાનદાનમાં એમનો જન્મ 1929માં થયો.અને 1985ના 20 મે ના રોજ એમણે જીવન ની ચાદર સમેટી અલ્લાહ જ્લ્લેશાનહુને મળવા ઉપડી ગયા.જનાબ શેખાદમ સાહેનબે એમ.એ થતાં સુધીમા તો ગુજરાતી,હિંદી.ઉર્દુ.અંગ્રેજી,જર્મની ભાષાના સાહિત્યના કોઇ પણ વિષય પર કલમ ચલવી વળ્યા.ચીન ,રશિયા કે જર્મનીથી રજા ગાળવા સ્વદેશમં આવે કે યુરોપની સર જમીન પર ભ્રમણા કરતા હોય જ્યાં જ્યાંજાય ,કે કાંઇ કરે એમની વાતો સંભળાવતાં કે પત્ર કોલમોનાં વખાણો કરતા કયારેય ધરાઈએ નહીં.ધરખમ ગુજરાતી વૃતપત્રો માટે એ પોતાની સાપ્તાહિક કતારો માટે કલમના આ કસબીએ આવકાર આપ્યો હતો.વિવિધ દેશોમાંથી અને પોતાના દેશમાં સાંપડેલ અને ઉઘાડી આંખે નિરખેલી હકીકતતો પ્રસંગરૂપે અસંખ્ય વાંચકોએ આવકારીછે..પદ્ય તેમંજ ગદ્યમા એમને નિપૂર્ણતા હોવાની જાનો દિલથી પ્રતિતી કરાવી છે.

પિતાશ્રી મુલા શુજાઉદ્દીન શેખ ઈબ્રાહીમ આબુવાલા,અને માત્રુશ્રી મોતીબાઈ આબુવાલાના હોનહાર ફરજંદે ગુજરાતી સહિત્યને માલે માલ કરી દીધું.એમની કવિતાઓ,ગઝલો.નવલ કથાઓ, અને તેમણે લખેલ સંસ્મણો તો પુસ્તક રૂપે પ્રકટ થઈ ચુકયાછે.અને એમનું અંગત જીવન પણ કવિતા નવલકથા જેવું હતું.તે જ્યાં પણ કદમ મુકે છવાય જતા.વાતાવરણને ખૂશ્બુથી ભરી દેતા..શેખાદામે ઘણી નાની વયે એમના પિતાશ્રીની છ્ત્ર છાયા ગુમાવી દીધેલી, એમની ઉછેરની તમામ જવબદરી એમની વાલિદા મોતીબાઈ પર આવી પડેલી.ઘણાપ્રતિકૂમ્ળ સંજોગોમાં પણા વાલિદાએ આ જવાબદારીઓ ઉત્તમ રીતે નિભાવી.ઉચ્ચતમ શિક્ષણ અપાવ્યુંઅને ઉચ્ચતમ સંસ્કારોનું સિંચન કર્યું. મોતી બાઈ શેખાદમ ને પ્રેમથી શેખા ના હુલામણા નામ થી બોલવતા.શ્રી નીરૂભાઈ દેસાઈ લખેછે કે તેમની સાથે માણેલી કઈ યાદ ટપકાવું?લખે છે કે બે એક વાર ઘરની અને કુટુંબની મુલાકાતે આવ્યા હતા..તેને યાદ કરીને કહે કે ‘તમારે ત્યાં ઉંધ્યું ખાવા આવવું છે..પછી બેઠક જમાવીશું.એ દિવસ આવ્યોજ નહીં.એ માંદા પડયા ,ઓપરેશન કરાવ્યું,ત્યારે પણ મળવા જવાનું બની શક્યું નહીં. અને ગયો ત્યારે આંગણામાંથી એમનું શબ નીકળતું હતું. શબને કબ્રસ્તાન તરફ વિદાય કરીને અમે એમનાં વૃધ્ધ અમ્માં(મોતીબાઈ)ને મળવા ગયા.આંખમાં ચોધાર આંસુએ રડતાં અમ્માં એ અમને સવાલ કર્યો, જવાબ દો, મેરે બેટેકા ક્યા કસૂરથા કિ ઉનકો ખુદાને છીન લિયા.જવાબ દો_જવાબ દો.અમારી પાંસે એનો કોઇ જવબ નહોતો.આજે પણ નથી.શેખ આદમનો કોઇ વાંક આજે પણ જડતો નથી.

મેરી આંખો મેં બરસતા હૈ
અબ્ર ફિર સાલ ભર બરસતા હૈ.

ઝખ્મ ખા કર હંસ સકા
મેંઝહર પી કર જી સકા
મેંને અકસર કી હૈ
અપને આપસે ભી દિલ્લગી..
**
બનકે બૈઠા હૈ તમાશા મૈં તમાશાઈ
હું તુ જો તન્હા હૈ મૈં તેરી તન્હાઈ હું.
**
પથ્થરોંને જો પુકારા તો હિમાલા હૈ હમ
આપકે હોઠ બુલાતેતો ગુલિસ્તાં હોતે.
**
મોતકો ઢુંઢા કીયે થે હમ કહાં વોથી
હાથોં કી લકીરોં મેં છુપી.
**શેખાદમ આબુવાલા.
(શબ કહાં લાલઓ ગુલમેં નુમાયાં હો ગઈ
ખાક મેં કયા સુરતેં થી જો પિન્હા હો ગઈ.ઉર્દુ કવિ)

શેખાદમની રમુજ અને હાજર જવાબી

શ્રી વોનોદ ભટ્ટ લખેછે કે ગુજરાતી હિંદી ફિલ્મની અભિનેત્રી અરૂણા ઈરાની સથે બધા બેઠા હતા ને ગપ સપ ચાલતી હતી..વાત તલ પર આવી એટલે શેખાદમ બોલ્યા :’એક કવિએ એક સુંદરીના ગાલ પરના તલ પર સમરકંદ બુખારા ન્યોછાવર કરી દીધેલા.અલબત્ત કવિતામાં.અરૂણાએ ચીબુક પાંસેના પોતાના તલ તરફ આંગળી ચીંધી પ્રશ્ન કર્યો:’અબુસા’બ મારા આ તલ પર શું કુરબાન કરી દો?’ ’હાલોલ અને કાલોલ’ ઘડીનાયે વિલંબ વગર આદમે પ્રત્યુત્તર આપ્યો.

આદમ સાથે હું એક છાપાંની ઓફિસમાં બેઠો હતો.ત્યાં આદમના એક દોસ્ત અર્થ શાસ્ત્રના પ્રોફેસર લાલીવાલા આવ્યા,આદમે પૂછ્યું : ’કેમ આવવું થયું?’
‘પૉવર્ટીના ડેટા માટે દોધધામ ચાલે છે.છાપાંની ફાઈલોમાંથી મેળવવા આવ્યો છું.’ પૉ.લાલીવાલા બોલ્યા.’એને માટે આટલે બધે આવવાની જરૂરત નહોતી.’ આદમે સલાહ આપી. નૉક એની ડોર_કોઇ પણ ઘરનો અરવાજો ખટ ખટાવને.

તુમ સો ગયેહો યાર પુરે જિસ્મ કો લેકે
તન્હાઈમેં  કૌન યે દિલ કો છેડ દેતા હૈ(વફા)

ભાઈ શેખાદમ _શ્રીઉમાશંકર જોષી

જાણીતા સાક્ષર અને કવિ શ્રી ઉમશંકર જોષીએ સ્વ. શેખાદમ આબુવાલાન એ આકાશવાણી પરથી અંજલિ આપતાં જણાવ્યું હતું કે ,’ભાઈ શેખાદમ આબુવાલા ભર જુવાનીમાં ચાલ્યા ગયા.અને ગુજરાતના સહિત્ય ક્ષેત્રને અને ખાસ કરીને કવિતાના અને તેમાંયે ગઝલોના ક્ષેત્રને ઘણી ખોટ પડી છે. ભાઈ શેખાદમસાથે મારો તો એક ભાઇ જેવો સબંધ હતો.,છઠ્ઠા ધોરણ માં એ ભણતા હતા અને ‘સંસ્કૃતિ”1947 માં મેં કાઢ્યું અને ત્રીજાજ અંકમાં એમની ત્રણ કવિતા મેં છાપી હતી.આવડો નાનો છોકરો(17 વર્ષનો) પણ ન્હાનાલાલ એટલેકે પ્રેમ_ભક્તિ એના ઉપર સોનેટ લઈને આવ્યો.

પ્રેમ ભક્તિ પરબ બપોર ધખતી હતી હતી
પરબ પ્રેમ ભક્તિની તૃષા છીપાવા ત્યહાં
હતા સલિલ પ્રણય ભક્તિ સૌંદર્યના.

પછીતો એમની કવિ તરીકેની બઢતી થતી ગઈ તેનો કદમ ક્દમ નો હું સાક્ષી રહ્યો છું. તેઓ જ્યારે ગુજરાત યુનીવર્સીટીમાં ગુજરાતી વિભાગ શરુ થયો અને હું અધ્યાપક હતો.ત્યરે મારા પહેલા વિદ્યાર્થી તરીકે જોડાયા હતા.એ જર્મનીમાં રહ્યા પણ અહીં આવ્યા તે દરમિયાન પાછો અભ્યાસ કરીને પરીક્ષા આપી. સમાજની જે બૂરાઈઓ છે,અવળાઈઓ છે,એના પણ સારા ટીકાકાર હતા.માર્મિક ટીકાકાર હતા અને ,ખુરશી કરીને એમણે એક નાનકડો સંદર્ભ ગ્રંથ આપેલો છે.પરદેશ હતા ત્યારે એમણે પેરીસથી થોડી પંક્તિઓ મોકલી કે પેરીસમાં હું શું કરું છું.એ કહે છે કે_ ભારતનો દમ ભરું છું કાગળ નથી લખાતો એની ફિકર ન કરશો બીજાની જેમ મારે માથેય ખુદા છે.યુરોપમાં રહું છું એથી ભલા શું થયું?
ભારતને કેમ ભુલું? ભારત માં મારી માં છે. તો તેઓ જ્યાં હશે ત્યાં,ભારતના અને તેમની માતાના દુ:ખની આજે કલ્પના થઈ શકતી નથી.તેનું રટણ એમનું ચાલતુંજ હશે.એમની સુદર કૃતિઓ એમણે લખેલી છે.પણ એમની અમર કૃતિઓમાંથી એઅક છે’આદમથી શેખાદમ સુધી’. ભાઈ આદમ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી હરદમદમેદમમાં જિંદગેની માવજત કરનારા હતા અને ખુદાએ એમને વહેલા ઉપાડી લીધા.એને પરમ શાતિ મળે.એક મારો નાનો ભાઈ ગયો હોઇ આ આપણા આખા સાહિત્ય પરિવારમાં હું મારા હ્રદયની શોકાંજલિ સ્નેહાંજલિ અર્પું છું.

ચમકતો ને દમક્તો શાહજહ્જહાંનો મહેલ જોવાદે’
મુકતક તો મશ્હૂર થઈ ચુક્યું હતું.

પણ સાથે બીજું એક મુકતક પણ નવ યુવાનોને ગુદ ગુદી કરાવતું હતું.

તમે પણ છો અતિ સુંદર અદાઓ પણ રૂપાળી છે
તમારા રૂપનો ચળકાટ આંખોની દીવાળી છે.

અમે કીધાં નથી દર્શન કેવળ સાંભર્યુંજ છે વર્ણન
અમારી આંખ કરતાં કાન કેવા ભાગ્યશાળી છે


શ્રી શેખાદમ આબુવાલા કૃત પુસ્તકો

કવિતા

1 ચાંદની
2 સોનેરી લટ
3 અજંપો
4 તાજમહાલ
5 ઘિરતે બાદલ ખુલતે બાદલ(હિંદી)
6 અપને ઇક ખ્વાબકો દફનાકે અભી આયાહું(ઉર્દુ)
7 ખુરસી
8 ખુરસી અને બીજાં કાવ્યો
9 હવાની હવેલી
10 સનમ
11 ગઝલેં(1-2)હિંદી
12 આદમથી શેખાદમ સુધી(સંકલન)
13 સુખનવર(સંકલન)
14 દીવાન _ એ- આદમ(સમગ્ર કવિતા) દીવાન_ એ- આદમ(પુરવણી)

નવલકથા
1  તું એક ગુલાબે સપનું છે
2  તમાશાના તમાશા
3  ચલું છું મંઝિલ નથી
4  આયનામાં કોણ છે
5  નીંદર સાચી સપનાં જૂઠા
6  રેશમી ઉજાગરા
7  ફૂલ બનીને આવજો
8  જિંદગી હસતી રહી
9  એક ને એક ત્રણ
10 વંન્સમોર

આંતરરાષ્ટ્રિય અનુભવ કથા
1  હું એક ભટકતો શાયર છું
2  યુરોપની હવામાં

અનુવાદ
1  શ્રેષ્ઠ જર્મન વાતો

ડાયરી
1  હમભી કયા યાદ કરેંગેં

મુલાકાતો
1 તસ્વીર દીખાતા હું

શેખાદમ શ્રધ્ધાંજલિ ગ્રંથ
1  મોતીબઈનો શેખા

વૃતપત્રોના કટાર_લેખો
1  સારા જહાં હમારા
2 માનવીને આ જગત (આદમથી શેખાદમ સુધી)
3  આદમની આવડત
4  જમાલપુરથી જર્મની

(આ 33 પુસતક,પુસ્તિકા,કવિતા સંગ્રહ,નવલકથા,પ્રવાસકથા(અને શું નહીં?)ના સર્જકને રાંદેરની અમારી એમ.એમ.પી.હાઈસ્કૂલે 1959 માં સુરતરંગ ઉપવન માં યોજેલા મુશાયેરામાં સમગ્ર ગુજરાત ,મુંબઈના ઘણા દિગ્ગજોને જોયા સાંભળ્યા.શૂન્ય.ઘાયલ.અકબરઅલી જશદણવાલા અને સુરત ,વલસાડના સ્થાનિક મહનુભાવો.એમાં પહેલી અને છેલ્લેવાર મર્હુમ શેખાદમને જોયા સાંભળયાનું યાદ પડે છે(જર્મનીથી આવ્યા હતા.).એમ .એસ .યુનીવર્સીટી(બરોડા)ના વિદ્યાર્થી જિવન દરમિયાન(1960 થી 1962)સુધી યુનીવએસીટીની લાઈબ્રેરરી માં પ્રવેશતાં પ્રાપ્ય હોયતો પહેલો ‘ઉર્મિનવરચના’નો અંક શોધતો,અને તેમાં શેખાદમ આબુવાલાઅને ‘સાલિક ‘પોપટિયાની રચનાઓ આંખો શોધતી.

Comments  

સુરેશ જાની
+1 # સુરેશ જાની 2013-05-06 12:51
તેમનો સરસ મજાનો ફોટો લાવી દ્યો ને? એમના પરિચય પર મઢાવવો છે.
http://sureshbjani.wordpress.com/2008/07/31/shekhadam_abuwala/
Zazi.com © 2009 . All right reserved