Print
Parent Category: યાયાવર
Category: જાન્યુઆરી 2011
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

ફકિરનું મંતરેલું પાણી કોઈનું જીવન બની શકે
ચમત્કારનું પૃથકરણ વિજ્ઞાનની શોધ બની શકે

તારી આંખોની ભોળી બોલચાલને જો સમજી શકું
આપણો વાદ સંવાદ કોઈ નવો સબંધ બની શકે


ગોળના ઢેફા સાથે થોડો ઘઉં નો લોટ રાખીએ
જો મળે ચોખ્ખુ ઘી, તો લચપચ શીરો બની શકે

નાદાન મનની વાતો ને અવગણશો નહિં ભલા
કાલી કાલી ભાષા ભવિષ્યની ઘટના બની શકે

ભાર સહન થતો નથી આ વ્યાકરણ નો “ઝાઝી”
શું માત્ર લાગણી હોય તો ગઝલ બની શકે?