વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 54 guests and no members online

મદદ

 


 



રમુજ

આજ તો તું કોઈ બહુ આનંદમાં છો? તારાં લગ્ન થયાં કે શું?

ના, આજે છૂટાછેડા મળ્યા છે!

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

ખડકાયલો આ બારણે પાષાણનો સામાન છે
ને આપણા ઘરમાં બધા આ કાચના મે’માન છે

વદવું કદી કૈં હોય તો આ કાન માં કે’જો સનમ
કોઈ ભરોસો ના કરો, દીવાલને પણ કાન છે

ટપકી પડે જે રૂપથી  ના  એ હકીકત, વંચના
મેળો બધો બેચાર દિન નો તે પછી નાકામ છે

મૂડી ઘણી ઓછી અને વેપાર છે   શબ્દો તણો
ગાગાલગા ની આરસી દેનાર સૌ બદનામ છે.

મુસ્તફઇલુન, મુસ્તફઇલુન , મુસ્તફઇલુન હે બાળકો
(ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા)
છે એ ગઝલમાં  સોળ અક્ષરોનો ભલા પયગામ છે.

એ છે રજઝ, માત્રાય અઠ્ઠાવીસ એની છે રહી
હિંદી મહીં એ છંદ રહ્યો, હીર એનું નામ છે.

ના લય મળે ,ના છંદ મળે એને ગઝલ શાને કહો?
મય ગઝલનું  ક્યાં મળે? કાણું ભલા એ જામ છે.

- ટોરંન્ટો,ઓન્ટારીઓ,કેનેડા

Zazi.com © 2009 . All right reserved