આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
નર્મદા! હે નર્મદા ! અરબી સમુદ્રની સુપુત્રી!
જો કે તું ભારતીય છે ,પરંતુ તુ અરબી સમુદ્રની પુત્રી છે.
હા! ભૂતકાળના કાફલાના પગરવ નું તુ નિશાન છે.
અને ભારતમાં ઇસ્લામના ઇતિહાસથી તુ પરિચિત છે
તુ મારા ઇતિહાસના છુપા ભેદને જાણે છે
તારા દ્વાર પર મારું પહેલું વહાણ લંગરાયેલું
ભારતમાં ઇસ્લામના પરિણામનું સ્ત્રોત તું
ચાર સદીઓ સુધી ઇસ્લામની સંગતિ રહી
ભારત અને અરબના સંબંધો તારા થકી જોડાયા
તારા કિનારાના કણ કણ એની યાદગાર છે
તે સંરક્ષણ ની હક્કીકત આજે કોને યાદ છે
તારા કિનારા પર જ્યારે અરબનો કાફલો ઊતર્યો હતો
તારા પાણીનું એકેક ટીપું નવીનતમ જીવનનો એક સંદેશ છે
આ પાણીનાં દેહમાં તારું રકત અવિચલ દોડેલું છે
તુ સમુદ્રની પરી છે, અથવા વિશ્વ ની સાક્ષી છે
તુ આ સમુદ્રના ગળામાં મુખ્ય રકત વાહિની છે
હે ભરૂચ ! નર્મદાના અંગૂઠાની અણમોલ વીંટી
તારા ભવ્ય ભુતકાળની સ્મૃતિ ને હમેશા ઇઝ્ઝત રહે
તારી માટી ખુલી આંખના પંખી સમાન છે
તારો કિનારો મુહમ્મદ(સલ.)ની ઉમ્મતનો યાદગાર છે.
(ભાવાનુવાદ:વફા)
-
શ્રી.અરવિન્દZazi.com © 2009 . All right reserved |
Read more...