આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,
કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,
કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!
કે તૈણ માહ પે’લા થી જ હરખાતા,
ને પાછા “પાસ” લેવા મૂકતા દોટ,
નવ દિ’ હારું નેવું દિ’ પે’લે થી હજતા-ધજતા, લાલ ફનેડો…!
એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,
કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,
કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!
કે ‘બાઈ’કુ ને મોટર લઇ ઓમતેમ ફરતા,
ને પાછા મેદાન પર ટોઈમ પર પોં ‘ચતા,
ટોળકી બનાઈ ને ઘૂસ મોરતા, લાલ ફનેડો… !
એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,
કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,
કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!
કે દોંડિયા ને બદલે ઓયલો મોબાઈલ ફેરવતા,
ને દોઢિયા ની હારે “ડિસ્કો ગરબાયે” હલાવતા,
મન મૂકી મોજમાં ઓમ તેમ ઘૂમતા , લાલ ફનેડો…!
એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,
કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો
કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!
કે ધીમા તાલ મા ત્રણ તાલી ખરી,
ને ‘મુંબઈની ગોડી’મા સફર પણ ભલી,
પણ મારો ’ફનેડો’ તો બારે માસ , લાલ ફનેડો…!
એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,
કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,
કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!
કે ગરબા પછી, બર્ગર-પિત્ઝા ને સેન્ડવિચ ઝાપટતા,
ને ભાઈબંધ-સખીયુ સાથે હરુભરુ પણ થાતા,
છેલ્લા દિ’ એ ફરી વાટ જોતા નવરાતની , લાલ ફનેડો…!
એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,
કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,
કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!
વડોદરા
Zazi.com © 2009 . All right reserved |
Read more...