આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,
કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,
કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!
કે તૈણ માહ પે’લા થી જ હરખાતા,
ને પાછા “પાસ” લેવા મૂકતા દોટ,
નવ દિ’ હારું નેવું દિ’ પે’લે થી હજતા-ધજતા, લાલ ફનેડો…!
એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,
કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,
કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!
કલ્પનાની પાંખે ઉઠાવીને ચાલશું
ખ્વાબ તારા આંખે ઉઠાવીને ચાલશું
પ્રેમની ચિનગારી સતત હૈયા મહિ લઈ
ને પછી એ હાથે ઉઠાવીને ચાલશું
શોધતો હતો ખુદને હું ને મળી ગઇ મને દુનિયા
એક કરતા અગણિત મળી ઠેરઠેર મને દુનિયા
મહોબ્બતનું સરનામું કોઇ આપી ગયું આંખોથી
અને પળભરમાં બદલાઇ ગઇ આખેઆખી દુનિયા
વાત વાતમાં તારી વાત કરું
વાતે વાતે બસ તને યાદ કરું
યાદ આવે તારી ફરી ફરી
જુની વાતો રોજ તાજી કરું
-
ટૉલ્સટૉયZazi.com © 2009 . All right reserved | Feed Entries |