આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
કાંકરાની જેમ ચાળી નાખશે, આ અપેક્ષા તારી મારી નાખશે. ઝંપલાવી દે તું એના નામ પર, તૂંબડાને પણ એ તારી નાખશે. વાઘ કાગળનો છે, ચાલે ક્યાં સુધી, એના લોકો એને ફાડી નાખશે. આંખ આપોઆપ ચોખ્ખી થઈ જશે. સત્ય જ્યારે કાન ખોલી નાખશે. છે બધા શંકાના ઘેરામાં અહીં, એક બીજાનાં મોં સાંધી નાખશે. એક નાટક ચાલે છે વરસોથી પણ, આખરે તો હાથ જોડી નાખશે. ભીંત જેવી છે ઉપેક્ષા આપની, એને મારી હૂંફ પાડી નાખશે. ......... ચિરાગ ઝા "ઝાઝી"
-
સાને ગુરુજી.Zazi.com © 2009 . All right reserved |
Read more...