વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 58 guests and no members online

મદદ

 


 



રમુજ

પત્રકાર : અગર વિપક્ષમાંથી કોઈ નેતા તમારી પાર્ટીમાં સામેલ થઈ જાય તો તમે એને શું કહેશો?

નેતાજી : હ્યદય પરિવર્તન.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

શમાણાંની આરપાર હું માનતા કરી આવી
ઘર થી ઘર તરફ તનમન થી જઈ આવી
આખર પંખીનું ઘર છે પાંજરું જોઇ આવી
મિલનનું ભોળપણ દ્વાર સુધી થઈ આવી
એક તારી જ છે જરૂરત ઝુંપડે વાસ્તુ કરી આવી
પ્રથમ ચાહી તને ગણપુજન વિધિએ કરી આવી

ભાડાની ઓરડી એ ઘાત દિશા ખોળી આવી
પોઢેલા ચંદ્ર ને હથેળીમાં ભાગી ને લઈ આવી
ડૂંસકાની દિવાલે મણ-મણ નો બોજ જોઈ આવી
મંગલ ચરણે પાંદડે પાંદડે દીવડા કરી આવી
થૉરની વાડે લીલીછમ સુગંધી મોતી-બુંદ થઈ આવી
ગિટારની પેહલી ધૂન...કહો શું પામશો? લઈ આવી
વાદળઘેરા આભમાં ક્યારેય તું મારી સાથે નહીં રમે?
વાત હોય આપવાની એમાં નિયતિ કેમ આવું કરે?
ઉગે સૂર્ય વિનય નો બે મીઠા નમને આવકારે આવી
વતનનો સાદ પણ ભણકાર સાચે જ જોઈ આવી !
ભારત મારી ભીતર, તાસિરે વિદાય લઈ છું આવી
શોખીન નાર ઓઢી પાનેતર શિવજી સંગ છું આવી

 

- રેખા શુક્લ , શિકાગો, યુ એસ એ

 

 

Zazi.com © 2009 . All right reserved