આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
અર્થ ના આકાશમાં વાદળીએ વળગી કવિતા
મન વગર ચર્ચાયા કરે તાજી માજી કવિતા
કઈ રીતે કૂદી જાંઉ વાતું કરે મુખોમુખ કવિતા
નાજુક તબક્કામાં પ્રવેશતી રહે જઈ કવિતા
દીવાનખંડ ની શોભા પુષ્પનો પગરવ કવિતા
ધુમાડો ચીતરે કાગળિયામાં દિલે કવિતા
અક્ષરે અક્ષર બરફ તું નીરખે આરઝુ કવિતા
હૈયું થરથરે છે અડ્ડો જમાવી બેઠી કવિતા
ગુજરાતની આરસીએ હવે ઝોંકે ચડી કવિતા
છલોછલ સુરાહી બંધ કરી પિવાતી કવિતા
--રેખા શુક્લ
શીકાગો
-
ભગવાન બુધ્ધ.Zazi.com © 2009 . All right reserved |
Read more...