વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 238 guests and no members online

મદદ

 


 રમુજ

બાળક (માતાને) : મમ્મી, હું દરિયામાં નહાવા જાઉ?

માતા : ના ડૂબી જવાય.

બાળક : પણ ડેડી તો ગયા છે!

માતા : હા, પણ એનો તો વીમો ઉતરાવેલ છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

"લઈને ...... અગિયારમી દિશા"માંથી
આજે શ્રી મેહુલ પટેલ 'ઈશ' ની દસેય ગઝલના મારી દૃષ્ટિએ "હાસિલ -એ -ગઝલશેર" પ્રસ્તુત કરુ છુ.
(૧)
ફકીરોની સોબત ખરો રંગ લાવી,
નજર જ્યાં પડે ત્યાં અમારું જ ઘર છે !.
(૨)
અંધારનું શું મૂલ્ય છે સમજી જઈશ તરત,
ધોળો લીસોટો કર જરા, ધોળી દીવાલ પર.
(૩)
સનમની કરામત અજબ રીતની છે,
નયનમાં ડૂબે છે, મળે કાળજામાં.
(૪)
મુકદ્દરનાં પત્તાં તદ્દન પાંગળા છે,
બહુ સાચવીને સિફતથી રમું છું !
(૫)
ગળે મળવાની ઇચ્છાને દબાવી રાખ તું દિલમાં,
શરીરે બોંબ બાંધીને ઉવભેલો આત્મઘાતી છું !

(૬)
રજુઆતો બધી 'આદિલ' સમી, ને 'શૂન્ય'ની વાતો,
નવામાં એ જ કે જૂની નિશાની લઈને આવ્યો છું !
(૭)
સળગતું હતું પણ હતું એ જ જીવન,
ઉડી જે ગયું છે તિખારાની સાથે !
(૮)
આપ માણસ જાત પૂરતી છે બીમારી ધર્મની,
સિંહ તો પૂછતો નથી તું છે હરણ કે ગાય છે ?
(૯)
ન પડશો અર્થમાં એના, હજારો અર્થ મળવાના,
ગઝલ નામે બહુ આરામથી દોરેલા લીટા છે !
(૧૦)
એકદમ બારીક નકશીકામ કરવું જોઈએ,
ભૂલ જેવું કંઈ ગઝલ સ્થાપત્યને પોસાય ના !.

- મેહુલ પટેલ 'ઈશ'


 

Zazi.com © 2009 . All right reserved