આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
લીલી ધરાના માનમાં, આકાશ નીચે આવ તું.
ના રહે કશા ગુમાનમાં, આકાશ નીચે આવ તું.
એ પણ તને જ પામવા દરરોજ ઊંચે જાય છે,
આદાન અને પ્રદાનમાં,આકાશ નીચે આવ તું.
તું જેમ નીચે ઝૂકતો.. શ્રાવણ મહિનામાં સદા !
બસ એમ આ રમજાનમાં,આકાશ નીચે આવ તું.
જે એક ડગમાં માપતો આખા ગગન પાતાળને,
એ માનવીની શાનમાં, આકાશ નીચે આવ તું.
તું પ્રેમથી કાં ભેટતો.. ખારા સમંદરને ભલા ?
ખેતર, નદી ને રાનમાં, આકાશ નીચે આવ તું.
-- કુમાર જિનેશ શાહ
ગાંધીધામ, કચ્છ, ગુજરાત
-
આલ્બર્ટ હબ્બર્ડZazi.com © 2009 . All right reserved |
Read more...