આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ફેસબુકની એક સંબંધ ચાદર ખેંચાઈ ગઈ
આદતની એક પરખ શરમ દેખાઈ ગઈ
સાગરની એક ખરાબ આદત વહાઈ ગઈ
કિનારાની એક પરખ જરાંક વણાઈ ગઈ
ઇરાદાની એક રેતીમાં દિવાર ચણાઈ ગઈ
જરૂરતની એક અજબ તસ્વીર ખેંચાઈ ગઈ
પ્રારંભની એક ગજબ તાસીર સર્જાઈ ગઈ
અસ્તીત્વની એક નજર બહાર ભરાઈ ગઈ
મિત્રતાની એક મીઠ્ઠી સુવાસ ફેલાઈ ગઈ
પુતળીની એક ખબર શુકન ગણાઈ ગઈ
જનાજાની એક ચાદર ખુલી વિખાઈ ગઈ
સહારાની એક આદત આમ જણાઈ ગઈ
--- રેખા શુક્લ
-
મહાત્મા ગાંધીZazi.com © 2009 . All right reserved |
Read more...