આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ખબર પણ ના પડે એવી દશાનો ભાર મનમાં છે
વગાડ્યાવીણ વગડે એ વીણાનો તાર મનમાં છે.
છે પાણીપત સમુ ભેંકાર ભીષણ યુધ્ધ ભીતરમાં
મરી ચુકેલ ઇચ્છાનો ઘણો સંહાર મનમાં છે
બુજાવે કે તું ચાલુ કર દીવાની જેમ રહસ્યો પણ,
બધો સંચાર પથ્થર છે નર્યો અંધાર મનમાં છે.
સતત ખેંચીને પાંખોથી ઉડાવે આંખના પીંછા.,
ઉદાસી વેરતો કોઇ છુપો ખુંખાર મનમા છે.
નર્યુ નમણુ બતાવી ખુબ દોડાવ્યા બાદ જોયુ તો,
ક્ષીતીજોપાર પણ રસભર નવો વિસ્તાર મનમા છે.
-નરેશ સોલંકી
-
મહાભારતZazi.com © 2009 . All right reserved |
Comments