Print
Parent Category: યાયાવર
Category: જુલાઈ-2013
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

બોલ! ક્યારે જબાં આ ખોલશે?.
બોલ ! ક્યારે તુ સાચું બોલશે?.

બોલ! માણસની ય કીમત ખરી?
બોલ! ક્યાં જઈ તુ લોહી ઢોળશે?.

બોલ!કોઈ ધરમ તારો ખરો?
બોલ!કોઈ કરમ તારો ખરો?

બોલ! ક્યાંથી અદાવત તેં ગ્રહી?
બોલ! ગુસ્સો નરમ તારો ખરો.?

બોલ !ક્યાંથી તુ જાનો લાવશે?
બોલ!કોણ આ કરમથી ફાવશે?

બોલ! શું બોલશે? તુ લોકમાં?
બોલ! આ આગને ક્યાં ઠારશે?.

બોલ ! આંખો કદી મળશે ખરી?
બોલ! કરુણા નદી વહેશે ખરી?

બોલ! નફરત તણા બીજો થકી
બોલ !પ્રણય કથા ફળશે ખરી?

બોલ! વિશ્વાસ ક્યાં કરવો હવે?
બોલ! આ હાથ ક્યાં ધરવો હવે?

બોલ!આંખો બધી તકતી ફરે,
બોલ! આપ્રેમ ક્યાં ભરવો હવે.?

બોલ! જખમો તણી યાદી ઘણી
બોલ! વિશ્વાસની ખૂશ્બૂ ઘટી.

બોલ! જાશે ચમનમાં કોઈ પણ?
બોલ! કંટક તણી ઇજ્જત વધી

બોલ! દોસ્તો પણ અગન થઈ ગયા
બોલ! જો ભાઇ દુશ્મન થઈ ગયા

 

 

બોલ! લાવીશ કહે ક્યાંથી ‘વફા’
બોલ!આ દૂર સ્વજન થઈ ગયા.